ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ડીપી મનુ પણ નીરજની સાથે ગ્રુપ Aમાં છે, જ્યારે કિશોર જેના ગ્રુપ Bમાં એકમાત્ર ભારતીય છે. આ સાથે જ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું છે.
Olympic champion Neeraj Chopra qualifies for the final of men's javelin throw in the World Athletics Championships with first throw of 88.77m
(file photo) pic.twitter.com/C4ihVbPFOi
— ANI (@ANI) August 25, 2023
પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું
આ સાથે જ નીરજ ચોપરાએ પણ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 85 મીટરથી વધુ ભાલા ફેંકીને પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 85.50 મીટરની જરૂર છે અને નીરજે તેના પહેલા જ પ્રયાસમાં 88.77 મીટર દુર ભાલો ફેંક્યો હતો. એટલું જ નહીં તે ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગયો છે. એથ્લેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે, ઓછામાં ઓછા 83 મીટરની ભાલા ફેંક જરૂરી છે અથવા તે જૂથમાં ટોચના એથ્લેટ બનવું જરૂરી છે. નીરજે તેના પહેલા જ પ્રયાસમાં 83 મીટરથી વધુનું અંતર કાપ્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. નીરજ સિવાય કોઈ એથ્લેટ પ્રથમ પ્રયાસમાં 83 મીટર દૂર ફેંકી શક્યો નહોતો.
નીરજનો સિઝનમાં સર્વશ્રેષ્ઠ સ્કોર
આ સિઝનમાં નીરજ ચોપરાનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઈજામાંથી પરત ફર્યા બાદથી તે લુસાને ડાયમંડ લીગમાં આઉટ ઓફ ફોર્મ હતો, પરંતુ આ સ્પર્ધામાં તે તેના પ્રથમ થ્રોમાં જ ઘણું અંતર મેળવવામાં સફળ રહ્યો હતો. એક જ થ્રોના આધારે તેણે ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને ઓલિમ્પિકમાં જગ્યા બનાવી લીધી છે.