click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત-ફ્રાન્સ સહકારને નવી ગતિ, સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત 21 મહત્વપૂર્ણ કરારો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત-ફ્રાન્સ સહકારને નવી ગતિ, સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત 21 મહત્વપૂર્ણ કરારો
Gujarat

ભારત-ફ્રાન્સ સહકારને નવી ગતિ, સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત 21 મહત્વપૂર્ણ કરારો

વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન માટે બંને દેશો દ્વારા બેવડા વેરા નાબૂદ કરાયા 2030 સુધીમાં ફ્રાન્સ ભારતના 30 હજાર વિદ્યાર્થીઓને આવકારશે. ફાઈટર જેટ રાફેલ, સ્કોર્પીયન સબમરીનથી લઈ હેમર મિસાઈલોના સંયુક્ત ઉત્પાદન પર ભાર મૂકાયો

Last updated: 2026/02/18 at 11:12 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વ્યૂહાત્મક સહકારને મજબૂત બનાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ મુંબઈના લોકભવન ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન સંરક્ષણ, ટેક્નોલોજી, ઊર્જા અને વેપાર સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Contents
વેમાગલમાં H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન21 કરારો દ્વારા સહકારનો વિસ્તાર‘યર ઓફ ઈનોવેશન’થી સંશોધન અને ઉદ્યોગને પ્રોત્સાહનભારત વિશ્વાસપાત્ર ભાગીદાર: મેક્રોં

વેમાગલમાં H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

મોદી અને મેક્રોંએ કર્ણાટકના વેમાગલમાં સ્થાપિત એરબસ H-125 હેલિકોપ્ટરની એસેમ્બલી લાઈનનું મુંબઈથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને ફ્રાન્સની એરબસ કંપનીની ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતમાં બનેલું આ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ પણ ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે અને તેની વૈશ્વિક બજારમાં નિકાસ થવાની સંભાવના છે. તેમણે આ પ્રોજેક્ટને ભારત-ફ્રાન્સ સંબંધોની ગાઢતા અને ટેક્નોલોજીકલ સહકારનું પ્રતીક ગણાવ્યું.

21 કરારો દ્વારા સહકારનો વિસ્તાર

બેઠક દરમિયાન બંને દેશોએ કુલ 21 કરારો કર્યા, જેમાં સંરક્ષણ, દુર્લભ ખનીજો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હાઈ ટેક્નોલોજી, ક્લિન એનર્જી, વૈકલ્પિક ઊર્જા અને સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાનો સમાવેશ થાય છે. ભારત અને ફ્રાન્સે બેવડા વેરાને દૂર કરવાની દિશામાં પણ આગળ વધવાનું નક્કી કર્યું છે, જેનાથી દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને પરિવહન ક્ષેત્રે ગતિ મળશે.

‘યર ઓફ ઈનોવેશન’થી સંશોધન અને ઉદ્યોગને પ્રોત્સાહન

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે શરૂ થયેલું ‘યર ઓફ ઈનોવેશન’ માત્ર ઉજવણી નહીં પરંતુ ઈનોવેશન અને વૈશ્વિક નેતૃત્વ માટેની સંયુક્ત પ્રતિબદ્ધતા છે. આ પહેલથી સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે સહકાર વધશે તેમજ સ્પેસ, નવી ટેક્નોલોજી અને ક્લિન એનર્જી ક્ષેત્રોમાં નવી તકો ઉભી થશે.

ભારત વિશ્વાસપાત્ર ભાગીદાર: મેક્રોં

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ જણાવ્યું કે ભારત અને ફ્રાન્સના સંબંધો વિશ્વાસ, નિખાલસતા અને સહિયારી આશાઓ પર આધારિત છે. તેમણે ભાર મૂક્યો કે ફ્રાન્સ ભારતનો વિશ્વસનીય સાથી દેશ તરીકે રહેવા ઈચ્છે છે અને બંને દેશો સ્પેસ, એરોનોટિક્સ, રેલવે, સોલાર એનર્જી અને ટેક્નોલોજીમાં સંયુક્ત દ્રષ્ટિ ધરાવે છે. ફ્રાન્સે 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાનું લક્ષ્ય પણ જાહેર કર્યું.

બંને નેતાઓએ ઈન્ડિયા-ફ્રાન્સ ઈનોવેશન ફોરમનું ઉદ્ઘાટન કર્યું. મેક્રોંએ ભારતીય ટેક ટેલેન્ટ અને સ્ટાર્ટઅપ્સ માટે ખાસ કરીને ગ્રીન ટેક્નોલોજી અને સ્પેસ ક્ષેત્રોમાં નવી સહયોગી તકો અને પ્રોત્સાહનોની જાહેરાત કરી. આ પહેલથી વિચારો અને ટેક્નોલોજીનું વૈશ્વિક સ્તરે આદાનપ્રદાન વધવાની અપેક્ષા છે.

મુંબઈ પ્રવાસ દરમિયાન મેક્રોંએ 26/11ના આતંકવાદી હુમલાના સ્મારક પર જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદ સામેની લડતમાં ભારત સાથે ઉભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બોલિવૂડ અને ઉદ્યોગ જગતની કેટલીક અગત્યની હસ્તીઓને પણ મળ્યા અને દ્વિપક્ષીય સહકારના નવા માર્ગો પર ચર્ચા કરી.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: @india, AI technology, AI ટેક્નોલોજી, bilateral trade agreement India France, Breaking news, CM Gujarat, defence cooperation India France, French investment India, global stability partnership India France, gujarati news, H-125 હેલિકોપ્ટર, H125 helicopter assembly line India, India France agreements 2026, India France strategic partnership, india news, innovation year India France, internationalnews, latest news, localnewsingujarat, Narendra Modi, Narendra Modi Emmanuel Macron meeting Mumbai, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Tata Airbus partnership, top news channel, topnews, topnewschannelinindia, આંતરરાષ્ટ્રીય રાજનૈતિક સમાચાર, ઈન્ડિયા ફ્રાન્સ ઈનોવેશન, એરબસ ભારત, ક્લિન એનર્જી, દ્વિપક્ષીય કરારો, ભારત અને ફ્રાન્સ, ભારત-ફ્રાન્સ સંબંધો, મોદી-મેક્રોં બેઠક, સંરક્ષણ સહકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત વિધાનસભામાં દુકાન-સંસ્થા બિલ પાસ, કામના કલાકો 9થી વધારીને 10 કર્યા અને મહિલા નાઇટ શિફ્ટ મંજૂર
Next Article આસામ રાજકારણમાં મોટો ફેરફાર : આસામના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?