Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

ગુજરાત એક સરહદી રાજ્ય છે. ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો, હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્ડર સાથે પણ જોડાયેલી છે, તેથી ગુજરાતની સરહદ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી ગૃહમંત્રાલયે આજે મહત્વનો નિર્ણય લીધો છે.

ગૃહમંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં આવેલા જગતપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)નું વડુ મથક બનાવવાનો નિર્ણય લીધો છે અને તેને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે.

NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ.

દેશમાં કાઉન્ટર ટેરરિઝમ એજન્સી તરીકે કાર્યરત NIAનું પોલીસ સ્ટેશન અમદાવાદમાં કાર્યરત થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. ઉપરાંત રાજ્યના ગૃહમંત્રાલયે NIAના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનું પણ જાહેરનામું બહાર પાડ્યું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.