બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય સફળતા બાદ નીતિશ કુમારે 20 નવેમ્બર, ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે ભવ્ય સમારોહમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. તેમના સાથે ભાજપના બે ટોચના નેતાઓ—સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તમામ નેતાઓને પદ અને ગોપનીયતા શપથ લેવડાવી. સમગ્ર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક NDA-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજકીય દિગ્ગજો હાજર રહ્યા, જે સમારોહને વધુ ભવ્યતા આપતા હતા.
#WATCH | Nitish Kumar takes oath as the Chief Minister of Bihar for the 10th time in the presence of Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP National President JP Nadda and other NDA leaders at Gandhi Maidan in Patna.
(Source: DD News) pic.twitter.com/03stl7w6gk
— ANI (@ANI) November 20, 2025
નવી NDA સરકારમાં કુલ 25 મંત્રીઓએ શપથ લીધી છે, જેમાં સૌથી મોટો હિસ્સો ભારતીય જનતા પાર્ટી (BJP)ને મળ્યો છે. BJPના 14 મંત્રી, જેમાં બે ઉપમુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે, શપથ લીધા છે. જેડીયુ (JDU) તરફથી 7 મંત્રીઓ, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (LJP)માંથી 2 મંત્રીઓ, હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)માંથી 1 મંત્રી, અને રાષ્ટ્રીય લોક મોરચા (RML)માંથી 1 મંત્રીનો સમાવેશ થયો છે. BJPમાંથી શપથ લેનારા મંત્રીઓમાં સમ્રાટ ચૌધરી, વિજય સિન્હા, મંગલ પાંડે, નિતિન નવીન, રામકૃપાલ યાદવ, સંજય સિંહ ‘ટાઇગર’, અરુણ શંકર પ્રસાદ, સુરેશ મહેતા, નારાયણ પ્રસાદ, રમા નિષાદ, લખેન્દ્ર પાસવાન, શ્રેયસી સિંહ અને ડૉ. પ્રમોદ કુમાર ચંદ્રવંશીનો સમાવેશ થાય છે.
BJP leader Vijay Kumar Sinha takes oath as state minister in the Bihar cabinet at the NDA government's swearing-in ceremony being held at Patna's Gandhi Maidan. pic.twitter.com/th4EKpTsxL
— ANI (@ANI) November 20, 2025
#WATCH | BJP's Samrat Choudhary takes oath as state minister in Bihar cabinet at the oath ceremony being held at Patna's Gandhi Maidan.
(Source: DD News) pic.twitter.com/MXNtVpCHGo
— ANI (@ANI) November 20, 2025
JDUના ક્વોટામાંથી અશોક ચૌધરી, શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, લેશી સિંહ, જમા ખાન અને મદન સહની જેવા અનુભવી નેતાઓને સ્થાન મળ્યું છે. સહયોગી પક્ષોમાંથી LJPના સંજય કુમાર (પાસવાન) અને સંજય સિંહને મંત્રાળયો મળ્યા છે; HAMમાંથી સંતોષ કુમાર સુમન અને RMLમાંથી દીપક પ્રકાશે પણ શપથ લીધી છે. ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની LJP (રામવિલાસ)માંથી રાજુ તિવારીને મંત્રીપદ મળ્યું છે.
#WATCH | Leshi Singh, Madan Sahni, Nitin Nabin, Ram Kripal Yadav, Santosh Kumar Suman, Sunil Kumar take oath as state ministers in Bihar cabinet at the oath ceremony being held at Patna's Gandhi Maidan.
(Source: DD News) pic.twitter.com/EF7Fr4jJQJ
— ANI (@ANI) November 20, 2025
વિધાનસભાના અધ્યક્ષ તરીકે BJPના વરિષ્ઠ નેતા અને ગયાના ધારાસભ્ય પ્રેમ કુમારની નિમણૂક થઈ શકે છે. નવી સરકારમાં અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમાં BJP તરફથી 9 નવા મંત્રીઓ શામેલ છે. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારતાં BJP તરફથી શ્રેયસી સિંહ અને રમા નિષાદને પણ મંત્રિમંડળમાં સ્થાન મળ્યું છે. NDAની નવી સરકારની રચનાને રાજ્યની રાજકીય સ્થિરતા અને વિકાસને નવી ગતિ પ્રદાન કરનાર પગલા તરીકે જોવામાં આવી રહી છે.
#WATCH | Lakhendra Kumar Raushan, Shreyashi Singh, Dr Pramod Kumar, Sanjay Kumar, Sanjay Kumar Singh, Deepak Prakash take oath as state ministers in Bihar cabinet at the oath ceremony being held at Patna's Gandhi Maidan.
(Source: DD News) pic.twitter.com/Y9YG0dmrNX
— ANI (@ANI) November 20, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel