Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે

હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે

લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવવા માટે ભારતીય રેલ્વે સતત સુવિધાઓમાં વધારો કરી રહી છે. રેલવે હવે હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતમાં સ્લીપર કોચ લઈને આવી જઈ રહી છે. વંદે ભારતની સફળ ટ્રાયલ બાદ તેને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.

જાન્યુઆરીથી મુસાફરો કરી શકશે

યાત્રા રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર છે. ટૂંક સમયમાં તેની ફિલ્ડ ટ્રાયલ હાથ ધરાશે. રાજ્યસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર લાંબા અને મધ્યમ અંતરની મુસાફરી માટે તૈયાર કરવામાં આવી છે. જે મુસાફરોને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવશે. જાન્યુઆરીમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

મુસાફરોની સલામતી પર વિશેષ ધ્યાન

વંદે ભારતની સૌથી ખાસ વિશેષતા તેનું સુરક્ષિત મોડલ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન કવચ 4 થી પણ સજ્જ છે. આ ટ્રેન EN-45545 HL3 ફાયર સેફ્ટી ધોરણો અનુસાર બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં લોકો પાઈલટ અને ટ્રેન મેનેજર વચ્ચે વાતચીત માટે ટોક બેકની જોગવાઈ પણ આપવામાં આવી છે.

આ ટ્રેનમાં મુસાફરો ઉપરની બર્થ પર સરળતાથી ચડી શકશે. કારણ કે તેમાં અર્ગનોમિક રીતે ડિઝાઇન કરેલી સીડી પણ લગાવવામાં આવી છે. એર કન્ડીશનીંગ, સલૂન લાઇટિંગ વગેરે જેવી મુસાફરોની સુવિધાઓ પર નજર રાખવા માટે સેન્ટ્રરલી કંટ્રોલ્ડ કોચ મોનિટરિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા

આ ટ્રેનમાં મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં બે વધારાના શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવ્યા છે, જેથી એકવાર ટ્રેન શરૂ થાય પછી કોઈ અસામાજિક તત્વ દરવાજા ખોલીને મુસાફરોના સામાનને નુકસાન ન પહોંચાડી શકે. એક કોચથી બીજા કોચમાં જવા માટે વચ્ચેનો ગેંગવે પણ સંપૂર્ણપણે સીલ અને સલામત બનાવવામાં આવ્યો છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.