1 જુલાઈથી પાન કાર્ડ માટે આધાર ફરજિયાત, PAN-આધાર લિંકિંગ પણ અનિવાર્ય
CBDTનો નવો નિયમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ 1 જુલાઈ 2025થી પાન કાર્ડ બનાવા માટે આધાર કાર્ડ ફરજિયાત હશે. અત્યાર સુધી કોઈપણ ઓળખ પુરાવાથી પાન મળતું હતું, હવે માત્ર આધાર કાર્ડ જ માન્ય રહેશે.
PAN-આધાર લિંકિંગ ફરજિયાત
-
જેમના PAN કાર્ડ પહેલેથી જ બનાવેલા છે, તેઓ માટે પણ આધાર સાથે લિંક કરવું ફરજિયાત રહેશે.
-
લિંક કરવાની છેલ્લી તારીખ: 31 ડિસેમ્બર 2025
-
લિંક ન કરનારાઓના પાન કાર્ડ “ઈનએક્ટિવ” થઈ શકે છે.
કેમ લિંક કરશો PAN-આધાર?
-
ટેક્સ ઇ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ – https://www.incometax.gov.in
-
“Link Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો
-
તમારું PAN અને આધાર નંબર દાખલ કરો
-
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો
-
“I agree to validate…” પર ટિક કરીને સબમિટ કરો
HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ ચાર્જમાં ફેરફાર
HDFC બેન્કે ગેમિંગ, વોલેટ, ફ્યુઅલ અને યુટિલિટી પેમેન્ટ માટે નવા ચાર્જ લાગૂ કર્યા છે. જો તમારું મહિને ખર્ચ વધે છે, તો નીચે પ્રમાણે વધારાના ચાર્જ લાગશે:
નવા ચાર્જ ડિટેઈલ્સ:
કેટેગરી | મહિનો ખર્ચ મર્યાદા | વધારાનો ચાર્જ |
---|---|---|
MPL, Dream11 જેવી ગેમિંગ એપ્સ | ₹10,000 થી વધુ | 1%+ ચાર્જ |
Paytm, Mobikwik, Ola Money વગેરે વોલેટ | ₹10,000 થી વધુ | 1% ચાર્જ |
ફ્યુઅલ (પેટ્રોલ-ડીઝલ) | ₹15,000 થી વધુ | 1% ચાર્જ |
વીજળી, પાણી, ગેસ બિલ | ₹50,000 થી વધુ | 1% ચાર્જ |
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel