ઈઝરાયેલ પર આતંકી હુમલા બાદ ઈઝરાયેલની વાયુસેના ગાઝા પર ભીષણ બોમ્બમારો કરી રહી છે.અમેરિકાએ ઈઝરાયેલના સાથ આપવા માટે પોતાનુ અત્યંત ઘાતક વિમાન વાહક જહાજ યુએસએસ જિરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ અને ગાઝા પાસે દરિયામાં મોકલી આપ્યુ છે.
જોકે અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવાની દાખવેલી તૈયારી બાદ એર્દોગન બહાવરા થયા છે.તેમણે સવાલ કર્યો છે કે, શુ અમેરિકન ફાઈટર જેટસ ગાઝા પહ હુમલો કરીને નરસંહાર કરશે…ગાઝામાં પાણી અને વીજળી સપ્લાય કાપી નાંખવામાં આવ્યો છે અને માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.
તેની સામે ઈઝરાયેલે પણ વેધક સવાલ કરતા કહ્યુ છે કે, ગાઝાના માનવાધિકારીઓને એર્દોગનને ચિંતા છે પણ અમારા અધિકારોનુ શું…દરમિયાન એર્દોગને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ ગાઝા મામલે વાતચીત કરી છે.એર્દોગને પુતિનને ફોન પર કહ્યુ હતુ કે, માનવીય વસાહતોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહી છે તે ચિંતાજનક છે અને તુર્કી આ પ્રકારની કાર્યવાહીનુ સ્વાગત કરતુ નથી.
બીજી તરફ રશિયાએ ગાઝા અને ઈઝરાયેલને યુધ્ધ વિરામ કરવાની અને વાતચીત ફરી શરુ કરવાની અપીલ કરી છે.