Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

હવે તૈયારીનો સમય! NEET-PG પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર થઈ, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

હવે તૈયારીનો સમય! NEET-PG પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર થઈ, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

NEET-PG 2025 ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. સુપ્રીમ કોર્ટે NEET PG પરીક્ષા યોજવા માટે 3 ઓગસ્ટની તારીખને મંજૂરી આપી છે. અગાઉ આ પરીક્ષા 15 જૂને યોજાવાની હતી, પરંતુ NBE કોર્ટમાં 3 ઓગસ્ટે પરીક્ષા યોજવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા NEET PG પરીક્ષા 3 ઓગસ્ટના રોજ યોજવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી કરી. કોર્ટે હવે 3 ઓગસ્ટની તારીખને મંજૂરી આપી છે. આ પરીક્ષા હવે દેશભરમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે જે સવારે 9:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કર્યા બાદ NBE દ્વારા બે શિફ્ટમાં પરીક્ષા લેવાના પ્રસ્તાવને મુલતવી રાખવામાં આવ્યો હતો.

NBE એ કોર્ટને જણાવ્યું હતું કે દેશભરમાં એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવા માટે ટેકનિકલ અને લોજિસ્ટિકલ સ્તરે ભારે તૈયારીઓની જરૂર પડે છે. NBE ના ટેકનોલોજી પાર્ટનર TCS એ જણાવ્યું હતું કે 15 જૂન સુધીમાં જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવી શક્ય નથી. તેથી, 3 ઓગસ્ટની તારીખ સૂચન તરીકે આગળ મૂકવામાં આવી હતી અને કોર્ટે તેને મંજૂરી આપી દીધી છે. તારીખ બદલવાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધારાનો સમય તો મળશે જ, પરંતુ તેમને ફરીથી પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની તક પણ મળશે.

નીટ પીજી મોટી મેડિકલ પરીક્ષા છે જે લોકો ડોક્ટર બનવા માગે છે તેમણે આ પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. દેશભરની મેડિકલ કોલેજોમાં MD/MS/PG ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવવાને લઈને NEET PG 2025ની પરીક્ષા લેવામાં આવે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.