રાજસ્થાનમાં ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ અને તેને કોલસાની ભઠ્ઠીમાં બાળી નાખવા મામલે પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી એ લોકોએ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે.
બે લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું
પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ આદર્શ સિધુએ જણાવ્યું કે પોલીસે સાયન્ટિફિક પ્રૂફ અને અન્ય પુરાવાઓના આધારે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછ કરી હતો જાણ થઇ કે બે લોકોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. તેના માથા પર હુમલો કર્યો અને પછી તેને ભઠ્ઠીમાં ફેંકી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન બાળકીના અંગો મળી આવ્યા હતા.
આરોપીઓની પત્નીઓએ શબને ઠેકાણે પાડવા કરી હતી મદદ
એસપી આદર્શ સિધુએ કહ્યું કે બાળકી તેના ઘરેથી બકરી ચરાવા ગઇ હતી. બપોરના સમયે ખેતરની નજીક કોલસા ભઠ્ઠી ચલાવતા 21 વર્ષના તસવારિયા ગામના કાન્હા અને 25 વર્ષના કાળુએ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું અને તેના પછી તેને ભઠ્ઠીમાં નાખી દીધી. રાતે 11 વાગ્યે જ્યારે ભઠ્ઠી જોઈ તો બાળકીનું શબ પૂરેપૂરું બળી ગયું નહોતું. પછી એ લોકોએ થેલામાં આ શબ નાખી નજીકમાં આવેલા તળાવમાં નાખી દીધું. એસપીએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે આરોપીઓની પત્નીઓ અને પરિજનો પણ આ શબને ઠેકાણે પાડવામાં સામેલ હતા. આ તમામ લોકોની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.