હવે વિદેશમાં વસતા એનઆરઆઈ પણ યુપીઆઈ મારફત ચૂકવણી કરી શકશે. જેના માટે ભારતીય મોબાઈલ નંબર હોવો જરૂરી નથી. તેઓ પોતાના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર મારફત યુપીઆઈ લિંક કરી ભારતમાં યુપીઆઈ પેમેન્ટ કરી શકશે.
આઈસીઆઈસીઆઈ બેન્કે તેના એનઆરઆઈ ગ્રાહકો માટે યુપીઆઈ ચૂકવણી સરળ બનાવતાં નવી ફેસિલિટી જારી કરી છે. જેમાં એનઆરઆઈ તેના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર પર જ યુપીઆઈ આઈડી જનરેટ કરી પેમેન્ટ કરવા સક્ષમ બનશે.
કોણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે
આ રીતે આંતરરાષ્ટ્રીય નંબર પર યુપીઆઈ એક્ટિવેટ કરો
સ્ટેપ-1 આઈસીઆઈસીઆઈ બેન્કની iMobile Pay એપ ડાઉનલોડ કરો
સ્ટેપ-2 iMobile Pay એપ પર લોગઈન કરો
સ્ટેપ-3 યુપીઆઈ પેમેન્ટ્સ પર ક્લિક કરો
સ્ટેપ-4 મોબાઈલ નંબર વેરિફાઈ કરો
સ્ટેપ-5 મેનેજ પર ક્લિક કરી માય પ્રોફાઈલ પર ક્લિક કરો
સ્ટેપ-6 નવો યુપીઆઈ આઈડી બનાવો (ભલામણ કરવામાં આવેલા વિકલ્પોમાંથી પસંદગી કરો)
સ્ટેપ-7 એકાઉન્ટ નંબર પસંદ કરી સબમિટ કરો
આ દેશોના એનઆરઆઈ લાભ લઈ શકશે
અમેરિકા, યુકે, યુએઈ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સઉદી અરેબિયામાં વસતાં એનઆરઆઈ યુપીઆઈ સુવિધાનો લાભ લઈ શકશે. હાલ. બેન્કે આ દસ દેશો માટે આ સુવિધા જારી કરી છે.
યુપીઆઈ ટ્રાન્જેક્શન કેવી રીતે ઉપયોગી સાબિત થશે
ઉપરોક્ત જણાવેલ દસ દેશોમાં વસતાં એનઆરઆઈ યુપીઆઈ મારફત રૂપિયામાં ટ્રાન્જેક્શન કરી શકશે. તેઓ ભારતીય મર્ચન્ટને પેમેન્ટ કરી શકશે. ભારતમાં વસતા તેમના પ્રિયજનોને સરળતાથી રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. કોઈપણ ઈન્ડિયન મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર થઈ શકશે. તેમજ ઈન્ડિયન બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા પણ કરાવી શકશે.