રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે (Ajit Doval) ફરી એકવાર કહ્યુ કે, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડિત રહ્યુ છે. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. આ બધું ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ભારતમાં તમામ ધર્મોની સમાનતા અંગે અજિત ડોભાલે કહ્યું કે, ભારત વિવિધતાના મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે. આ દેશમાં ક્યાંય કોઈને કોઈ ખતરો નથી.
સૌથી વધુ મુસ્લિમો ભારતમાં રહે છે: અજિત ડોભાલ
રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં અજિત ડોભાલે કહ્યું કે ભારતમાં વિવિધ ધર્મો અને સમુદાયોના લોકોનું દિલ ખોલીને સ્વાગત કરવામાં આવે છે. આ દર્શાવે છે કે ભારત વિવિધતાના મૂલ્યોમાં કેટલો વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ મુસ્લિમો ભારતમાં રહે છે.
ભારતે આતંકવાદને ખતમ કરવાનો નિર્ણય લીધો છે
ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડિત છે અને આતંકવાદને કારણે હજારો ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. મક્કાની પવિત્ર મસ્જિદમાં આતંકવાદી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા અજિત ડોભાલે કહ્યું કે, ભારત પણ સતત આતંકવાદથી પીડિત રહ્યું છે. ભારતે આતંકવાદને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
NSA Ajit Doval says, "…As an inclusive democracy, India has successfully managed to provide space for all its citizens regardless of their religious, ethnic and cultural identities…Islam occupies a significant position of pride with India being home to the second-largest… pic.twitter.com/LXN0pCMcpt
— ANI (@ANI) July 11, 2023
આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો
અજિત ડોભાલે કોઈ દેશનું નામ લીધા વગર કહ્યું કે, ભારત દાયકાઓથી આતંકવાદનો શિકાર છે. આપણે 2008 મુંબઈમાં આતંકવાદી હુમલા સહિત ઘણા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. ભારત તેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં લેવા અને વિવિધ માધ્યમો દ્વારા આતંકવાદ સામે લડવા માટે અન્ય દેશો સાથે મળીને કામ કરવા સક્રિયપણે કામ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કેટલાક ગેરમાર્ગે દોરેલા લોકો દ્વારા આ કરવામાં આવે છે.
મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ ઈસ્સાના સંબોધનનો ઉલ્લેખ કરતા અજિત ડોભાલે કહ્યું કે, મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ સ્પષ્ટ સંદેશ આપે છે કે આપણે સદ્દભાવ સાથે રહીએ છીએ, આપણે શાંતિથી રહીએ છીએ. જો તમે માનવતાની રક્ષા કરવા માંગતા હોય તો, ઈસ્લામની તમારી ઊંડી સમજણ, વિશ્વ ધર્મો અને આંતર-ધાર્મિક સુમેળની બાબતમાં તમારા પ્રયત્નો અને સુધારાઓથી ઇસ્લામને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે. માનવતા તૈયાર કરવામાં તમારું યોગદાન છે, તેમજ કટ્ટરપંથી વિચારધારાઓને યુવા દિમાગ પર હાવી થવાથી રોક્યા છે.
ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરી
આ પહેલા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી અલ ઈસ્સાએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત હિંદુ બહુમતી દેશ હોવા છતાં અહીંનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. ભારતમાં મુસ્લિમ સમુદાયની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું અહીં જેટલા પણ મુસલમાનોને મળ્યો છું તે બધા ભારતીય હોવાનો ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે દેશભક્ત બનવું દરેક ભારતીયનું કર્તવ્ય છે. આપણે બધાએ સાથે રહેવાનું છે.