Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે NSS સ્વયંસેવક અભિમુખતા કાયૅક્રમ યોજાયો

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે NSS સ્વયંસેવક અભિમુખતા કાયૅક્રમ યોજાયો
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વયં સેવક અભિમુખતા યોજાયો. કૉલેજના આચાર્ય ડૉ. દિવ્યનાથ શુક્લ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત ઉદબોધન કરાયું હતું. ત્યારબાદ ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડૉ. વંદના રામી દ્વારા કાર્યક્રમના મહેમાનશ્રીનો પરિચય અપાયો હતો. પ્રસ્તુત કાયૅક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સી. બી. પટેલ આર્ટસ કૉલેજ, નડિયાદના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રકાશ વિછીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ વિદ્યાર્થીઓને NSSના ઉદ્દેશ સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિઓ અંગેની વિગતવાર સમજ આપી હતી. કઠલાલ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડૉ. પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને NSS અંગેની માહિતી આપી તે થકી રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવા તેમજ રાષ્ટ્રનિર્માણની આ પ્રક્રિયામાં જોડાવવા પ્રોત્સાહન અપાયું હતું.
પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન NSS ના સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્વયં સેવક વિક્રમ ડાભી, ધ્રુવ ડાભી, રોનક ગોહેલ, શૂરવીર ડાભી, જયેન્દ્ર ચૌહાણ, બળવંત ડાભી, મહેન્દ્ર સોઢા દ્વારા પ્રાર્થનાની પ્રસ્તુતિ કરવામાં આવેલ. NSS સ્વયં સેવક એવા નેત્રા પટેલ, નંદિની રામાનંદી, પલક વાળા, રોનક ગોહેલ, હાર્દિક બારૈયા, કૌશિક ડાભી, જયરાજ ડાભી, નિરજ ઝાલા, નિરજ ડાભી દ્વારા સમાજ સમક્ષ દર્પણ ધરતા એક સામાજિક સમસ્યા તરીકે દહેજ પ્રથાને રજૂ કરતું નાટક અત્યંત પ્રભાવાત્મક શૈલીમાં રજૂ કરાયું હતું. ત્યારબાદ ગત વર્ષ દરમિયાન કઠલાલ કૉલેજ દ્વારા NSS અંતર્ગત કરાયેલ વિભિન્ન પ્રવૃત્તિ અંગેનો ચિતાર આપતી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં ટેકનિકલ સહકાર સ્વયં સેવક રાજન ડાભી તેમજ અજય પરમાર દ્વારા અપાયો હતો.
કાર્યક્રમને અંતે કોમર્સ વિભાગના પ્રા. હિતેશ સાધુ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મુખ્ય મહેમાનશ્રી તેમજ આચાર્યશ્રી, અધ્યાપકશ્રીઓ અને NSS સ્વયં સેવકો દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત કૉલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કૌશિક ડાભી દ્વારા કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.