NEET UG 2025 માટે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 100થી વધુ એવા ટેલિગ્રામ ચેનલની ઓળખ કરી છે જે NEET UG પરીક્ષા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સાથે જ આવા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ્સ પર કડક કાર્યવાહી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ NTAએ આવા કેસ રિપોર્ટ કરવા માટે એક વિશિષ્ટ પોર્ટલ પણ શરૂ કર્યું હતું.
A dedicated platform has been launched by the National Testing Agency (NTA) to report suspicious claims regarding the NEET(UG) 2025 #NEETUG2025 Examination. NTA advises candidates not to be misled by unscrupulous elements who indulge in malpractice and try to deceive candidates… pic.twitter.com/ir7lXymrdo
— National Testing Agency (@NTA_Exams) April 26, 2025
NTAએ ખાસ ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG)–2025ના પેપર લીક થવાની ખોટી વાતો ફેલાવનારા લોકો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. NTAએ ખાસ ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં અત્યાર સુધી 1500થી વધુ શંકાસ્પદ દાવાઓ નોંધાયા છે. આ દાવાઓમાં મોટા ભાગના ટેલિગ્રામ ચેનલ્સ પરથી આવ્યા છે, જે ખોટી માહિતી ફેલાવવા માટે જવાબદાર ગણાયા છે. NTAએ ખોટી માહિતી આપી વિદ્યાર્થીઓને ભટકાવનારા 106 ટેલિગ્રામ અને 16 ઇન્સ્ટાગ્રામ ચેનલની ઓળખ કરી છે.
આ કેસો તપાસ અને કાયદેસર પગલાં માટે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ગુનાહ તપાસ સમન્વય કેન્દ્રને સોંપવામાં આવ્યા છે. સાથે જ NTAએ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને કહ્યું છે કે આ 122 ચેનલ્સને તાત્કાલિક દૂર કરવામાં આવે. પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે પહોંચે એ માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસની મદદ પણ લેવામાં આવશે.
ટેલિગ્રામ પર સૌથી વધુ ખોટા દાવા
NEET (UG) ની પરીક્ષા 4 મેના રોજ યોજાવાની છે. 2024માં પેપર લીક અને અનેક કેન્દ્રો પર ગડબડીઓ સામે આવી હતી. જેના કારણે મોટો ખળભળાટ થયો હતો. આ વર્ષે સૌથી વધુ ખોટા દાવા ટેલિગ્રામ ચેનલ્સ પર કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ મંત્રાલયે હાઈ લેવલ કમિટી બનાવીને પરીક્ષામાં સુધારા કર્યા છે. NTAએ ઉમેદવારોને આહવાન કર્યું છે કે તેઓ એવા લોકોને અવગણે જે ખોટા દાવા કરીને તેમના ભલામણ માટે તેમને ભટકાવે છે.
📢 Public Notice | 30 April 2025
# NEET (UG) 2025 Admit Card Released
NTA will conduct #NEETUG2025 on 04 May (Sun) 2025, 2–5 PM IST
📝 Admit Cards are now available at 🔗 https://t.co/vupfOoEkmH
🔐 Login to download.
The allotted centres are mentioned on the admit card
Helpdesk:…— National Testing Agency (@NTA_Exams) April 30, 2025
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દેખરેખ
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. જે એકાઉન્ટ્સ પર પેપર સુધી પહોંચી જવાની વાતો થઈ રહી છે, તેમના સામે કડક કાર્યવાહી નક્કી કરાઈ છે. NTAએ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને કહ્યું છે કે તેવા ગ્રુપના એડમિનના ડીટેઈલ્સ પણ આપી દે, જેથી યોગ્ય પગલાં લઈ શકાય.
વિશિષ્ટ પોર્ટલ પર ત્રણ કેટેગરીમાં રિપોર્ટ કરી શકાય:
- અનધિકૃત વેબસાઈટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ જે NEET (UG) 2025 પેપર સુધી પહોંચ હોવાનો દાવો કરે.
- પરીક્ષા સામગ્રી સુધી પહોંચ હોવાનો દાવો કરતો વ્યક્તિ.
- પોતાને NTA કે સરકારી અધિકારી જણાવી રહેલો શંકાસ્પદ વ્યક્તિ.
આ તમામ રિપોર્ટિંગ NTAની વેબસાઈટ https://nta.ac.in પર કરી શકાય છે. આ રિપોર્ટિંગ 4 મે, 2025 ના સાંજના 5 વાગ્યા સુધી ખૂલી રહેશે.
NEET નું એડમિટ કાર્ડ NTA દ્વારા જાહેર
NTAએ NEET (UG) મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરી દીધું છે. 4 મેના રોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષા યોજાવાની છે. આ વખતે 2276069 ઉમેદવારોના એડમિટ કાર્ડ જાહેર કરાયા છે. ઉમેદવાર NTAની વેબસાઈટ neet.nta.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
આ વખતે સમગ્ર દેશમાં 5468 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. NTAના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે રાજ્યોની યુનિવર્સિટીઓ, કોલેજો અને સ્કૂલોને કેન્દ્ર તરીકે પ્રાથમિકતા અપાઈ છે. આ પરીક્ષા દેશમાં 552 અને વિદેશના 14 શહેરોમાં યોજાઈ રહી છે.