આણંદ જિલ્લામાં ટી.બી.ના દર્દીઓને સારું પોષણ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. દિપક પરમાર દ્વારા જિલ્લાના ગામો ખાતે કેમ્પ કરી ટીબીના દર્દીઓને શોધીને દાતાઓના સહયોગથી ન્યુટ્રીશન કીટ પુરી પાડવામાં આવી રહી છે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપકભાઈ પરમારે ટીબી વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ તારીખ ૧ લી એપ્રિલ ૨૦૧૮ થી દર મહિને સારવાર ચાલુ હોય ત્યાં સુધી રૂપિયા ૫૦૦ ની સહાય આપવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર બુધેજ , ખાતે નેશનલ ટ્યુબરકુયલોસીસ એલીમીનેશન પોગ્રામ અંતર્ગત ” કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ ” હેઠળ તારાપુર તાલુકાના ટીબીના દર્દીઓને સારું પોષણ મળી રહે તે માટે ૪૮ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર બુધેજ ના પૂજ્ય નારાયણચરણસ્વામી , પૂજ્ય વિશ્વસ્વરૂપસ્વામી, ન્યુટ્રીશનકિટના દાતાશ્રી ઘનશ્યામભાઈ સોની ( પ્રમુખ જ્વેલર્સ આણંદ) , જયેન્દ્રભાઈ પટેલ (ચેતનભાઈ)( ખડા) તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપકભાઈ પરમાર, મેડિકલ ઓફિસર શ્રી તથા સરપંચશ્રી ગણપતભાઇ અને ટી બી સુપરવાઈઝર અજભાઈ પરમાર તથા તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ હાજર રહ્યા હતા.
રીપોટૅર-ભાવેશ સોની(આણંદ)