“ગુરુ ગોવિંદ દોનો ખડે , કાકે લાગૂ પાય બલ્હારી જાઉ ગુરુ કી જો ગોવિંદ દિયો દિખાય” કબીર ના આ દોહામાં ગુરુ ની મહીમા કેહવામાં આવી છે કે એવા ગુરુને પ્રમાણ કે જેણે ભગવાન ને ઓળખાવાની સમજણ આપી છે . તો એવા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તોએ પોતાના ગુરુજનોના આશીર્વાદ લીધા હતા . રામ મહલ તપસ્વી બાપુ ની વાડીમાં ગુરવર્ય રામચંદ્રદાસજી બાપુ ના આશીર્વાદ લેવા ભક્તો નો જમાવડો થયો હતો .
ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે રામ મહલ તપસ્વી બાપુની વાડીમાં ગુરુવર્ય રામચંદ્રદાસજી બાપુના આશીર્વાદ લેવા ભક્તો ની લાંબી કતાર સાવર થી લાગી હતી . ભક્તો દ્વારા બાપુનું પૂજન કર્યા બાદ રામચંદ્રદાસજી મહારાજ એક આસને બેસીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા . બાળક થી લઈને વૃદ્ધ સુધીના ભક્તો દ્વારા બાપુ ને શિષ નમાવી હ્રદયપૂર્વક નમન કરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા .
પ્રસાદી ની સાથે સાથે બાપુ દ્વાર કંઠ માળા સ્ત્રી ભક્ત તેમજ પુરુષ ભકતોને આપવામાં આવી હતી . ખુબ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો .
રામચંદ્રદાસજી મહારાજએ જણાવાયું કે હિન્દુ પરંપરામાં ગુરુ નું કામ જ સમાજ ને અંધકાર માં ઉજાલા તરફ લઈ જવાનું છે અને અત્યારે સમાજની સ્થિતિ સર્જાય રહી છે તેમાં હિન્દુ સમાજે જાગૃત થઈ એક થવાની જરૂર છે .