હનુમાન જન્મોત્સવ પ્રસંગે મોરારિબાપુ દ્વારા વિવિધ વિદ્યાક્ષેત્ર પ્રતિભાઓને સન્માન અર્પણ થયાં છે.
ચિત્રકૂટધામ તલગાજરડામાં ઉમંગ સાથે યોજાયેલ સમારોહમાં મોરારિબાપુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ કલા પ્રતિભાઓને સન્માનિત કરતાં પ્રાસંગિક ઉદબોધનમાં યોગવશિષ્ઠ ઉલ્લેખ મુજબ સત્ય, જ્ઞાન અને પરમ આનંદરૂપ પરમાત્માને પ્રણામ રૂપે હનુમાનજીની વંદનાનું ભાવવાહી નિરૂપણ વ્યક્ત કરવાં સાથે આ તત્વ સત્ય, પ્રેમ અને કરુણારૂપે રહ્યાનું જણાવ્યું.
હરિશ્ચંદ્ર જોષીના સંકલન સંચાલન સાથે વરિષ્ઠ કલા સાધકોમાં પદ્મા તલવલકર (ગાયન), પંડિત રાજેન્દ્ર પ્રસન્ના (વાદ્ય સંગીત), નલીનીજી તથા કમલીજી (કથક નૃત્ય) અને વિજય ઘાટે (તાલવાદ્ય તબલા) માટે હનુમંત સન્માન, રાજેશભાઈ કુકરવાડિયા (ભવાઈ), કપિલદેવ શુક્લ (ગુજરાતી રંગમંચ, ભવાઈ) અને રૂપા ગાંગુલી ( દૂરદર્શન શ્રેણી) માટે નટરાજ સન્માન, આરતી સૌમિલ મુનશી (સુગમ સંગીત) માટે અવિનાશ વ્યાસ સન્માન, રામ પુનીયા (સમાજસેવા) માટે સદભાવના સન્માન, વિજય પંડ્યા (સંસ્કૃત સેવા) માટે વાચસ્પતિ સન્માન,
ઊર્મિ સમીર (સંસ્કૃત) માટે ભામતી સન્માન સાથે પરમાનંદ દલવાડી (તસવીર કળા) માટે કૈલાસ લલિત કળા સન્માન એનાયત કરવામાં આવ્યા.
ચિત્રકૂટધામ તલગાજરડામાં કૈલાસ ગુરુકુળનાં જયદેવ માંકડનાં સહ સંકલનમાં અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત રહી હતી.