આજે સૂર્ય પુત્ર શનિ મહારાજની જયંતી એટલે જન્મદિવસ ઉમરેઠના શ્રી વ્રજધામ સેવા આશ્રમમાં ખુબ ભક્તિ ભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ. આશ્રમના મુખ્ય એવા શ્રી ગોપાલદાસજી મહારાજ દ્વારા શ્રી શનિ મહારાજની મહા પૂજા રાખવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. મહાપુજા સમયે ગોપાલદાસજી દ્વારા કળીયુગમાં શનિ દેવની ભક્તિ કેટલી મહત્વ ધરાવે છે અને ત્વરિત ફળ આપનારી છે તે અંગે સૌને સમજાવામાં આવ્યું હતું. આ મહાપુજા બાદ મોટી સંખ્યામાં ભક્તોએ સાથે પ્રસાદ પણ ગ્રહણ કર્યો.
ઉલ્લેખનીય છે કે ઉમરેઠ ડાકોર રોડ પર દશકો જૂનો વ્રજધામ આશ્રમ ગોપાલદાસજી મહારાજ દ્વારા સંચાલિત થઇ રહ્યો છે. આ આશ્રમમાં મુખ્યત્વે શનિ દેવ, બગલામુખી માતાજી, શ્રીનાથજી અને નવગ્રહ દેવતાં બિરાજમાન છે. દર શનિવારે આ આશ્રમમાં મોટી સંખ્યામાં ભક્તો શનિ મહારાજની પૂજા કરવા આવતા જ હોય છે. ઉપરાંત દર પૂનમ પર પણ ડાકોર ચાલતા જનારા ભક્તો માટે પણ અનેક વાર આશ્રમમાં સેવાકેમ્પ પણ ચલાવામાં આવે છે.