Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો

સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો

સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓના માતૃ પિતૃ પૂજનનો અનેરો માહોલ” ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં ત્રણ લેક્ચર બાદ વિવિધ કલાત્મક તેમજ ભારતીય સંસ્કૃતિને ગરિમા આપતી અનેક પ્રવૃત્તિઓ યોજાતી હોય છે.

તારીખ 14 /02/024 ના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાના બદલે કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આચાર્યના વિશિષ્ટ કાર્યક્રમ યોજવાના મનોભાવથી તથા ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમી નિમિતે અભૂતપૂર્વ એવો માતૃ પિતૃ પૂજન નો કાર્યક્રમ યોજાયો. જેમાં આચાર્ય પ્રોફેસર ડોક્ટર મહેન્દ્રકુમાર દવેએ સરસ્વતીના શ્લોક સાથે સરસ્વતી પૂજનની સાથે વિદ્યાર્થીઓના માતા પિતાને બોલાવીને વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતૃ પિતૃ પૂજનની વિધિ કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ અને ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલની ઉપસ્થિતિમાં આચાર્ય દ્વારા માતૃ પિતૃ પૂજન વિધિ અને માતૃ પિતૃ સન્માન રૂપી કાર્યક્રમ દ્વારા સમગ્ર માહોલ ધર્મ મય અને ભાવવિભોર બની ગયો હતો. વિદ્યાર્થીઓના માતા પિતા પણ આવા કાર્યક્રમથી ગદગદિત થઈ ગયા હતા.

આ સાથે કોલેજ પરિસરમાં સ્થાપિત સરસ્વતી માતાની પૂજા અર્ચના અને મહાપ્રસાદ બાદ સી ડબલ્યુ ડીસીના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ અને ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સી.ડબલ્યુ. ડી.સી. વિભાગ દ્વારા આરતી ડેકોરેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાર દીપિકા રાવજીભાઈ પ્રથમ નંબરે, ઠક્કર વિધિ અને પ્રજાપતિ હેમાંગીની દ્વિતીય નંબરે, ઝાલા ભૂમિકા અને પ્રજાપતિ પ્રેરણા તૃતીય નંબરે વિજેતા બન્યા હતા.

આમ સી.બી પટેલ આર્ટસ કોલેજના પરિસરમાં સરસ્વતી પૂજનના સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગના કન્વીનર ડૉ .પ્રકાશભાઈ વિછીયા ડૉ .કલ્પનાબેન ત્રિવેદી અને પ્રા . રાવજીભાઈ સક્સેના સરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.