મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓના ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે.
આજે મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચેની ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો હતો જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હતા. આ ઘટના અંગેની જાણ સૈન્ય અધિકારીએ આપી હતી. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે BSF એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બે આસામ રાઈફલ્સના જવાનોને ગોળી વાગી હતી. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે.
મણિપુરમાં સુગનુ – સેરૌના વિસ્તારોમાં આસામ રાઇફલ્સ, બીએસએફ અને પોલીસ દ્વારા વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ગઈકાલ આખી રાત દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથો વચ્ચે તૂટક તૂટક ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.