પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે દીકરીઓના મહત્વને ઉજાગર કરતી એક ખાસ અને પ્રેરણાદાયી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આપણા શાસ્ત્રોમાં દીકરીને ‘લક્ષ્મી’ સમાન માનવામાં આવી છે અને એક દીકરીનો સારો ઉછેર 10 દીકરાઓના ઉછેર જેટલો જ ગુણ અને મૂલ્ય આપે છે. તેમની આ વાત માત્ર એક વિચાર નહીં પરંતુ સમાજની માનસિકતા બદલવાનો મજબૂત સંદેશ છે, જે દીકરીઓ પ્રત્યે સન્માન, સમાનતા અને સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત કરે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, જે દેશમાં દીકરીઓને લક્ષ્મી માનવામાં આવે છે, ત્યાં 11 વર્ષ પહેલા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ અભિયાનના સકારાત્મક પરિણામો દેશભરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારતની દીકરીઓ આજે શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સૈન્ય, રાજકારણ અને ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દીકરીઓ આજે માત્ર પોતાનું જીવન જ નહીં પરંતુ દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી રહી છે.
कन्या को लक्ष्मी मानने वाले हमारे देश में 11 साल पहले आज ही के दिन बेटी बचाओ बेटी पढ़ाओ अभियान की शुरुआत हुई थी। यह बड़े गर्व की बात है कि आज भारत की बेटियां हर क्षेत्र में नित-नए रिकॉर्ड बना रही हैं।
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं… pic.twitter.com/OOnaRY6OKS
— Narendra Modi (@narendramodi) January 22, 2026
આ પોસ્ટ સાથે પીએમ મોદીએ એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સંસ્કૃત શ્લોક ‘દશપુત્રસમા કન્યા’ને ઉજાગર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યું છે કે એક દીકરીનો યોગ્ય ઉછેર અને શિક્ષણ આપવું એ 10 દીકરાઓને ઉછેરવા જેટલું જ મૂલ્યવાન છે. આ સંદેશને હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં રજૂ કરીને પીએમ મોદીએ દેશ-વિદેશમાં વસતા દરેક ભારતીય સુધી દીકરીઓના સન્માન અને સશક્તિકરણનો વિચાર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel