દક્ષિણ-પૂર્વ એશિયાના નાના દેશ ઈસ્ટ તિમોરમાં Gen-Zના ઉગ્ર આંદોલનને કારણે સરકાર અને સાંસદો ઘૂંટણિયે બેસવા મજબૂર બન્યા છે. આંદોલનના કેન્દ્રમાં તે કાયદો હતો, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો, ભૂતપૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ, મંત્રીઓ અને સાંસદોને તેમના અંતિમ વેતનના સમકક્ષ આજીવન પેન્શન તથા વધારાના ભથ્થાં આપવાની જોગવાઈ હતી. એક તરફ ગરીબી અને બેરોજગારીથી પીડાતી યુવા પેઢી, બીજી તરફ રાજકીય નેતાઓ માટેની આભડભાભડ સુવિધાઓ—આ અસમાનતા જ યુવાનોના ક્રોધનું કારણ બની.
ઈસ્ટ તિમોરમાં દર વર્ષે આ પેન્શન માટે લાખો ડોલરનો ખર્ચ થતો હતો, જ્યારે દેશની મોટાભાગની વસ્તી રોજગાર, આરોગ્ય અને શિક્ષણની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. 2006માં ઘડાયેલા આ કાયદા હેઠળ નેતાઓને આજીવન પેન્શન મળતું હતું, પરંતુ હવે વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રચંડ વિરોધ બાદ આ કાયદાને રદ કરવાનો ઠરાવ પસાર થયો છે. શુક્રવારે સંસદમાં 65માંથી 62 સાંસદોએ આ કાયદા વિરુદ્ધ મતદાન કર્યું, જેનાથી સ્પષ્ટ થયું કે સરકારને લોકોના દબાણ સામે ઝૂકવું પડ્યું. આ ઠરાવ હવે રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા (નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને સ્વતંત્રતા સેનાની)ના હસ્તાક્ષર માટે મોકલાયો છે.
The people of West Papua have spoken.
Just today (15/11/24), rallies against Indonesia’s settler-colonial Transmigration plan were held in:
Jayapura, Nabire, Sorong, Manokwari, Yahukimo, Yalimo, Timika, Makassar. pic.twitter.com/u0ucw8RfUW
— Veronica Koman 許愛茜 (@VeronicaKoman) November 15, 2024
યુવાનોનો રોષ માત્ર પેન્શન કાયદા સુધી મર્યાદિત નહોતો. એક વર્ષ પહેલા સાંસદો માટે 42 લાખ ડોલર ખર્ચીને નવી SUV કાર ખરીદવાની યોજનાએ પણ વિદ્યાર્થીઓને ક્રોધિત કર્યા હતા. દરેક સાંસદ માટે લગભગ $61,300ની કિંમતની કાર ખરીદવાની મંજૂરી મળતા દેશની રાજધાની દિલીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન ભડકી ઉઠ્યાં. ગરીબ દેશની સરકાર દ્વારા નેતાઓ માટે આટલો મોટો ખર્ચ કરવામાં આવે ત્યારે સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાનોને તે અત્યંત અયોગ્ય લાગ્યો.
છેલ્લા એક અઠવાડિયા થી વિદ્યાર્થીઓ સતત રસ્તાઓ પર ઉતરી રહ્યા હતા. તીવ્ર દેખાવો, અથડામણો અને અંધાધૂંધી વચ્ચે Gen-Zએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ રાજકીય સત્તાવાળાઓના વિશેષાધિકારો સ્વીકારવા તૈયાર નથી. સતત દબાણ અને હિંસક આંદોલન બાદ સરકારે આખરે આજીવન પેન્શનનો કાયદો તેમજ કાર ખરીદી યોજના—બંને રદ કરી દીધી.
ઈસ્ટ તિમોરની આ ઘટનાઓ એ સાબિત કરે છે કે યુવાનો હવે પોતાના દેશના સંસાધનો અને ન્યાયસંગત હકો માટે લડવા તૈયાર છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ બાદ હવે ઈસ્ટ તિમોરમાં પણ Gen-Zએ સાબિત કર્યું છે કે તેઓ રાજકીય પ્રણાલીને બદલવાની તાકાત ધરાવે છે. આંદોલનથી દેશના રાજકીય નેતાઓને સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે પ્રજાના પૈસાનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel