લદાખમાં રાજ્યના દરજ્જાની માગને લઈને ભડકેલી હિંસા બાદ પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને પર્યાવરણ કાર્યકર તેમજ શિક્ષણ સુધારક સોનમ વાંગચુકને ધરપકડ કરી હતી. વહીવટી તંત્ર મુજબ, રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગ સાથે ચાલી રહેલા આંદોલન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા હતા, જેના માટે વાંગચુકને જવાબદાર ગણવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે વાંગચુકની ભૂમિકા તપાસ હેઠળ છે અને તેમણે હિંસક પ્રદર્શનને પ્રોત્સાહિત કર્યું હોવાની શંકા છે.
માહિતી અનુસાર, સોનમ વાંગચુક બપોરે 2:30 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધવા માટે તૈયાર હતા, જેમાં તેઓ રાજ્યના દરજ્જા મુદ્દે આગળની રણનીતિ જાહેર કરવાની શક્યતા હતી. પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. આ પગલાને કારણે વાંગચુકના સમર્થકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને લદાખમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વધુ ઘેરાઈ છે.
सोनम वांगचुक को लद्दाख पुलिस की टीम ने DGP के नेतृत्व में गिरफ्तार किया।
यह गिरफ्तारी गृह मंत्रालय (MHA) द्वारा कहा जाने के एक दिन बाद हुई कि सोनम वांगचुक ने लद्दाख में हाल की हिंसा भड़काने में महत्वपूर्ण भूमिका निभाई और उनके एनजीओ का FCRA लाइसेंस निलंबित कर दिया।… pic.twitter.com/ihR87gYa0F
— One India News (@oneindianewscom) September 26, 2025
ઉલ્લેખનીય છે કે આ ધરપકડ પહેલાં જ ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)નું વિદેશી ફંડિંગ નિયમન અધિનિયમ (FCRA) લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. સરકારના દાવા મુજબ, આ NGO દ્વારા વિદેશી ફંડનો ઉપયોગ રાષ્ટ્રીય હિતના વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો. આ નિર્ણય બાદ વાંગચુક વિરુદ્ધની કાર્યવાહી વધુ કડક બની હતી.
સોનમ વાંગચુક, જેમણે લદાખ માટે રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિ હેઠળ બંધારણીય સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણની માંગ સાથે લાંબા સમયથી શાંતિપૂર્ણ આંદોલનનું નેતૃત્વ કર્યું છે, તેમણે તાજેતરમાં પોતાની વ્યક્તિગત સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કડક કાર્યવાહીઓના કારણે તેઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમની ધરપકડ બાદ લદાખના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યા છે અને લોકો રાજ્યના દરજ્જાની માગને વધુ જોરશોરથી આગળ ધપાવી રહ્યા છે.
હાલમાં સમગ્ર મામલો રાજકીય અને સામાજિક દૃષ્ટિએ સંવેદનશીલ બન્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર લદાખમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લઈ રહી છે, જ્યારે બીજી તરફ સ્થાનિક નાગરિકો અને વાંગચુકના સમર્થકો આ પગલાંને લોકશાહી હકોના દમન તરીકે જોઈ રહ્યા છે. હવે જોવું એ રહેશે કે વાંગચુકની ધરપકડ બાદ લદાખની રાજકીય દિશા કઈ રીતે બદલાય છે અને કેન્દ્ર સરકાર રાજ્યના દરજ્જાની માંગ પર શું વલણ અપનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel