પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે, જ્યાં બલોચ લિબરેશન આર્મી (BLA) દ્વારા ‘ઑપરેશન હેરોફ’ના બીજા તબક્કા હેઠળ પાકિસ્તાની સેના વિરુદ્ધ ભયંકર હુમલાઓ કરવામાં આવ્યા છે. આ ઑપરેશનમાં BLAના લડવૈયાઓએ બલૂચિસ્તાનના 7થી વધુ મુખ્ય શહેરોમાં એકસાથે હુમલાઓ કર્યા, જેમાં ક્વેટા, ગ્વાદર, પાસ્ની, દલબંદીન, કલાત, મસ્તુંગ, નુશ્કી સહિતના શહેરોનો સમાવેશ થાય છે. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં 51થી વધુ સ્થળો પર 70થી વધુ સંકલિત હુમલાઓ કરવામાં આવ્યા છે. BLAનો દાવો છે કે આ લડાઈનો મુખ્ય હેતુ બલૂચિસ્તાનને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવાનો છે.
बलूच नेता बशीर ज़ेब बलूचिस्तान में फिर से प्रकट हुए हैं।
एक वीडियो में, बीएलए प्रमुख बशीर ज़ेब को पहाड़ी इलाके में कई साथी मोटरसाइकिल सवारों के साथ देखा जा रहा है।
बलोची भाषा में बोलते हुए, उन्होंने 10 मिनट का संबोधन दिया, जिसमें उन्होंने वर्तमान स्थिति और बलूच, सिंधी तथा… pic.twitter.com/7QDXWYPpgh
— One India News (@oneindianewscom) January 31, 2026
BLAના વડા બશીર ઝેબ બલોચે વિડીયો સંદેશ દ્વારા બલોચોને આહ્વાન કર્યું છે કે “આજે બલીદાનનો દિવસ છે, બલોચોએ આગળ આવીને ભાગ લેવો જોઈએ,” અને કહ્યું કે આ અભિયાન માતૃભૂમિ રક્ષાનું છે. વિડીયોમાં તેઓ મોટરસાઇકલ પર સાથેની લડવૈયાઓ સાથે દેખાય છે, જે BLAના સંગઠિત અને તૈયાર લડાકુનો દરશાવે છે. મજીદ બ્રિગેડ અને ફતેહ સ્ક્વોડના લડવૈયાઓએ પોલીસ સ્ટેશન, પોલીસ વાન, જેલો, CTD ઓફિસ અને સૈન્ય ચોકીઓ પર નિશાન બનાવ્યા છે. BLAના દાવા મુજબ આ હુમલાઓમાં 20થી વધુ પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા છે. ક્વેટામાં હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, રેલ સેવાઓ બંધ થઈ ગઈ છે અને પાકિસ્તાની સેના કોમ્બેટ હેલિકોપ્ટરોનો ઉપયોગ કરી રહી છે.
BLA દ્વારા વિડીયો અને ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નાશ પામેલા પાકિસ્તાની વાહનો અને શેરીઓમાં લડાકુઓ દર્શાવવામાં આવ્યા છે. હવાલાઓ અનુસાર BLA હવે માત્ર છૂટાછવાયા હુમલાઓ કરી રહ્યું નથી, પરંતુ એક સંગઠિત લશ્કરની જેમ લડાઈ લડી રહ્યું છે. ઉપરાંત, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ થતા રોકાણને પણ લક્ષ્ય બનાવવામાં આવ્યું છે, જે પાકિસ્તાન માટે આર્થિક અને સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે. સમગ્ર બલૂચિસ્તાન પ્રાંતમાં ક્વેટાની સ્થિતિ અત્યંત તંગ છે, જ્યાં અનેક વિસ્તારોમાં અથડામણો અને વિસ્ફોટ ચાલુ છે, અને સ્થાનિક લોકો માટે જીવન જોખમી બની ગયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel