કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગના ખાતે કાર્યકર્તા સંમેલનમાં સંબોધન આપતાં મમતા બેનર્જીની સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે આનંદપુરની મોમો ફેક્ટરીમાં થયેલા અગ્નિકાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 25 લોકોના મૃત્યુ પાછળ મમતા સરકારના ભ્રષ્ટાચારનો હાથ છે. એમણે જણાવ્યું કે આ કોઈ દુર્ઘટના નહીં, પરંતુ મમતાના ભ્રષ્ટાચારનું પરિણામ છે. અમિત શાહે ફેક્ટરી માલિક હજુ જેલમાં નથી ગયા હોવાના મુદ્દાને ઉઠાવ્યો અને કહ્યું કે જ્યારે ભાજપની સરકાર આવશે ત્યારે દોષિતોને કાયદેસર જેલમાં મોકલી દેશે. તેમણે આગાહી કરી કે બંગાળ વંદે માતરમનો વિરોધ સહન નહીં કરે અને ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને ટીએમસીના સિન્ડિકેટને ખતમ કરવાની જરૂર છે.
#WATCH | North 24 Parganas, West Bengal: Addressing Karyakarta Sammelan, Union Home Minister Amit Shah says, "…As I stand before this massive gathering of workers, I want to begin by paying tribute to all the workers who lost their lives in the fire at the Momo factory in the… pic.twitter.com/4GpTkbnxic
— ANI (@ANI) January 31, 2026
શાહે 2026ને TMCના વિદાયનું વર્ષ ગણાવ્યું અને જણાવ્યું કે બંગાળમાં ઘૂસણખોરી ફક્ત રાજ્ય માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે સુરક્ષાનો મોટો જોખમ બની છે. મમતા બેનર્જીની સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ ઘૂસણખોરો માટે નકલી દસ્તાવેજો જારી કરી રહ્યા છે, નદી અને પર્વત વિસ્તારમાં આવેલા લોકોને રોકતા નથી, અને વાડ બનાવવા માટે BJPને જગ્યા અપાવી નથી.
2024માં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન બન્યા… 2026માં, અમે કેરળમાં ઇતિહાસ રચ્યો, ત્રિવેન્દ્રમ મ્યુનિસિપલ ચૂંટણીમાં પહેલી વાર જીત મેળવી… મુંબઈ અને મહારાષ્ટ્રના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મમતા દીદીના INDI ગઠબંધનનો પરાજય થયો… હવે બંગાળનો વારો છે… લોકો મમતાના સિન્ડિકેટથી નારાજ છે. જો આપણે ‘મા, માટી અને માનુસ’ (માતા, જમીન અને લોકો)નું રક્ષણ કરવા માંગતા હોઈએ, તો આપણે ભાજપની સરકાર બનાવવી પડશે…’
#WATCH | North 24 Parganas, West Bengal: Addressing Karyakarta Sammelan, Union Home Minister Amit Shah says, "This year marks the 150th anniversary of Vande Mataram… PM Modi's government has decided to celebrate the 150th anniversary of Vande Mataram nationwide… But look at… https://t.co/KHDufzeHO4 pic.twitter.com/bgYHkmUh2n
— ANI (@ANI) January 31, 2026
અમિત શાહે વચન આપ્યું કે કોલકાતા હાઈકોર્ટે BSFને 31-03-26 સુધી જમીન ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ મમતા બેનર્જીની વોટ બેંકને કારણે BSFને જમીન આપવી સરળ નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે BJPના મુખ્યમંત્રીની ટીમ 45 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરશે. શાહે કહ્યું કે લોકોએ લાલ અથવા લીલી સરકારથી નિરાશ ન થવા જોઈએ, હવે BJPના ‘કેસરિયા’ ને તકો આપવી જોઈએ. આ ભાષણમાં તેમણે બંગાળમાં ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી, સુરક્ષા જોખમો અને લોક કલ્યાણ માટે BJPની સરકાર મહત્વપૂર્ણ હોવાનું દર્શાવ્યું.
#WATCH | North 24 Parganas, West Bengal: Addressing Karyakarta Sammelan, Union Home Minister Amit Shah says, "Mamata Banerjee has institutionalised corruption in Mamata's government… But she says, where is corruption? I want to tell her about the 'Cash for Query' scam, the… https://t.co/EfvGbEMH0D pic.twitter.com/oAoDs2Qux5
— ANI (@ANI) January 31, 2026
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel