વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલામાં રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ભાજપને હરાવી શકતી નથી, તેથી કોંગ્રેસ તેમને અપશબ્દો બોલે છે, આ માટે કર્ણાટકના મતદારો તેમને પાઠ ભણાવશે. મોદીએ કહ્યું કે, વિપક્ષો માત્ર ‘અપશબ્દોની પોલિટિક્સ’ જાણે છે. તેઓ અમને હરાવી શકતા નથી, એટલે અમને અપશબ્દો બોલે છે. કર્ણાટકના લોકો અપશબ્દોના રાજકારણને નકારે છે અને મને અપશબ્દો બોલવા બદલ તમામ મતદારો કોંગ્રેસને પાઠ ભણાવશે.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Grateful to the people of Ankola for the immense support. Karnataka has decided to bless the BJP. <a href=”https://t.co/lShVqMyfJC”>https://t.co/lShVqMyfJC</a></p>— Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/1653681512544620549?ref_src=twsrc%5Etfw”>May 3, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ-જેડીએસ સરકાર દરમિયાન કર્ણાટકમાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનું FDI આવતું હતું. જોકે અમને ત્રણ વર્ષ મળતાં FDI ત્રણ ઘણો વધીને 90 હજાર કરોડે પહોંચી ગયો… આવું થવાનું મુખ્ય કારણ કર્ણાટકનો વિકાસ ભાજપની પ્રથમ પ્રાથમિકતા છે.