કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે અને તેની પ્રારંભિક યાદી જાહેર થઈ છે, જેમાં એવા મહાન વ્યક્તિઓના નામો સામેલ છે જેમને આ વર્ષના પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
પદ્મ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત યોગદાન આપનારા નાયકોને આપવામાં આવે છે, જેમાં સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, આરોગ્ય, કળા અને જનકલ્યાણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. યાદીમાં બ્રજલાલ ભટ્ટ, બુધરી તાતી, ભગવાન દાસ, ધાર્મિકલાલ પંડ્યા, ડૉ. શ્યામ સુંદર અને ચરણ હેમબ્રમ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામો સામેલ છે.
Padma awardee list, many of them India's 'unsung heros'
1. Anke Gowda
2. Armida Fernandez
3. Bhagwandas Raikwar
4. Bhiklya Ladakya Dhinda
5. Brij Lal Bhat
6. Budhri Tati
7. Charan Hembram
8. Chiranji Lal Yadav
9. Dharmiklal Chunilal Pandya
10. Gafruddin Mewati Jogi
11. Hally War…
— Sidhant Sibal (@sidhant) January 25, 2026
આ યાદીમાં ગુજરાતના ત્રણ પ્રતિભાશાળી નાગરિકો પણ સ્થાન મેળવ્યા છે. જૂનાગઢના મીર હાજી કાસમ, જેમને લોકકલાના ક્ષેત્રમાં હાજી રમકડું અને ઢોલક વગાડવાની કુશળતા માટે ઓળખવામાં આવે છે, કળા ક્ષેત્રમાં પદ્મ પુરસ્કારથી સન્માનિત થવાના છે. વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા, જેઓ માનભટ્ટ પરંપરાને જાળવતા અને આગળ વધારતા મહાન કળાકાર છે, તેમને પણ કળા ક્ષેત્રમાં આ માન આપવામાં આવશે. જ્યારે સુરતના નિલેશ માંડલેવાલા, જેઓ અંગદાન અને સામાજિક સેવા ક્ષેત્રમાં તેમની અવિસ્મરણીય સેવા માટે જાણીતાં છે, તેમને સામાજિક કાર્ય ક્ષેત્રમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. આ ત્રણ ગુજરાતીઓની પસંદગી રાજ્યના ગૌરવ અને દેશભક્તિની ચિહ્નરૂપ બની છે, જે વિવિધ ક્ષેત્રોમાં આપેલા અસાધારણ યોગદાનને શ્રેષ્ઠતા સાથે માન્યતા આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel