અફઘાનિસ્તાનમાં ફરી એકવાર હિંસક ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધું છે. પાડોશી દેશ પાકિસ્તાન પર કાબુલમાં આવેલ એક હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં આશરે 400 લોકોનાં મોત થયાં હોવાની અને 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાની માહિતી અફઘાનિસ્તાન સરકારે આપી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ વધારી દીધો છે.
અફઘાનિસ્તાનના સરકારી પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન આપતાં જણાવ્યું કે સોમવારે રાત્રે કાબુલમાં આવેલી એક હોસ્પિટલ, જ્યાં ડ્રગ એડિક્ટોની સારવાર કરવામાં આવતી હતી, તેને નિશાન બનાવીને સૈન્ય હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. સરકારના દાવા મુજબ મૃતકોની સંખ્યા 400 સુધી પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
The Pakistani military regime carried out an airstrike at approximately 9:00 PM this evening on the Omid Addiction Treatment Hospital, a 2,000-bed facility dedicated to the treatment of drug addiction. As a result of the attack, large sections of the hospital have been destroyed,…
— Hamdullah Fitratحمدالله فطرت (@FitratHamd) March 16, 2026
હુમલા બાદ ઘટનાસ્થળે આગ લાગી ગઈ હતી અને રાહત-બચાવ દળો આગને કાબૂમાં લેવા તેમજ કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાસ્થળની ભયાનક સ્થિતિ, આગ અને અફરાતફરી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
બીજી તરફ પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાની સત્તાવાળાઓએ જણાવ્યું છે કે તેમણે કોઈ હોસ્પિટલ અથવા નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા નથી અને માત્ર સૈન્ય ઠેકાણાઓ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, અફઘાનિસ્તાન સરકારે આ નિવેદનને અસ્વીકાર કરતાં ઘટનાની કડક નિંદા કરી છે.
Tonight in Kabul, hope was extinguished at a hospital. Young men seeking treatment were murdered in a bombing by the Pakistani military regime. Mothers waited at the gates, calling their sons’ names. On the 28th night of Ramadan, their lives were cut short. pic.twitter.com/p12617D4de
— Mohammad Nabi (@MohammadNabi007) March 16, 2026
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાથી જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનના આરોપ મુજબ અગાઉ પણ આવા હુમલાઓમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ તાજી ઘટનાને લઈને અફઘાનિસ્તાન સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે.
આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel