તેમણે એમ પણ કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં રહેવુ એ મૂર્ખાઓના સ્વર્ગમાં રહેવા બરાબર છે. દેશ સમક્ષ જે પડકારો છે તેના પર ધ્યાન આપવાની જગ્યાએ મારી પાર્ટી સાથે જોડાયેલા મુદ્દાઓને જગાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની ફાસીવાદી સરકાર કાયદા કાનૂને નેવે મુકી છે. આ સરકારે અગાઉના શાસક પરવેઝ મુશરફના માર્શલ લોને શરમાવે તેવી તાના શાહી શરૂ કરી છે. જેનો એક માત્ર હેતુ મારી પાર્ટી તહેરિક એ ઈન્સાફને કચડી નાંખવાનો છે.
ઈમરાનખાને કહ્યુ હતુ કે, પાકિસ્તાનની ઈકોનોમી રસાતાળમાં જઈ રહી છે. ઓપન માર્કેટમાં ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો 315 પર પહોંચી ગયો છે. જેમની પાસે ઓળખપત્ર નથી તેમને તો એક ડોલરના 320 રૂપિયા આપવા પડે તેવી સ્થિતિ છે. સરકારી રેટ અને ઓપન માર્કેટમાં ડોલરના રેટમાં 30 રૂપિયાનો ફરક છે. પાકિસ્તાનમાં સ્થાનિક સ્તરે કે વિદેશમાંથી કોઈ રોકાણ થઈ રહ્યુ નથી. પરિણામે દેશની જીડીપી ઘઠશે અને દેશ બદતર તથા ભીષણ મોંઘવારીનો સામનો કરશે.
પૂર્વ પીએમે કહ્યુ હતુ કે, સરકારમાં બેઠેલા નેતાઓ પાસે અબજો ડોલર પડ્યા છે. સવાલ છે કે, દેશની સરકાર દેશને સંપૂર્ણ પણે આર્થિક તબાહી તરફ ધકેલવાની મંજૂરી કેવી રીતે આપી રહી છે?
આ પહેલા પણ ઈમરાન ખાને જેલમાં પૂરાયેલા પોતાના સમર્થકો પર દુર્વ્યવહારનો અને મહિલા સમર્થકોનુ શોષણ કરવાનો આરોપ પણ સરકાર પર મુકયો હતો.