ભારતની બહાર ફરવા જવા માંગો છો અને તમારી પાસે પાસપોર્ટ નથી તો ચિંતા કરવાની વધુ જરૂર નથી. હવે તમે આરામથી ઘરે બેઠા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે. ઘર પર આરામથી બેસીને તમે તમારી અરજી સબમિટ કરી શકો છો.
પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો પછી તેમાં લોગિન કરો.
- આ પછી અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ/ પાસપોર્ટ રી-ઇસ્યુ પર ક્લિક કરો.
- એક અરજી આપવામાં આવશે, તેમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો. પછી સબમિટ પર ટેપ કરો.
- હવે ફરીથી હોમ પેજ પર જાઓ અને વ્યૂ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન્સ પર ક્લિક કરો.
- આ પછી પે એન્ડ શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરો.
- તમે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.
- વિકલ્પ પસંદ કરો અને પેમેન્ટ માટે પ્રોસીડ કરો.
- પ્રક્રિયા પૂર્ણ થયા પછી, અરજીની રસીદ ડાઉનલોડ કરો. આ માટે Print Application Receipt પર ક્લિક કરો.
- તમને એપોઈન્ટમેન્ટની વિગતો પ્રાપ્ત થશે.
- પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જતી વખતે તમારી સાથે તમામ અસલ દસ્તાવેજો હોવા આવશ્યક છે.
- કયા દસ્તાવેજોની જરૂર પડશે
વર્તમાન સરનામાનો પુરાવો
આમાં કોઈપણ યુટિલિટી બિલ, ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર, ચૂંટણી પંચનો ફોટો ID, આધાર કાર્ડ, ભાડા કરાર અને માતાપિતાના પાસપોર્ટની નકલનો સમાવેશ થાય છે. આમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકાય છે.
જન્મ તારીખનો પુરાવો
જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને પાન કાર્ડમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકાય છે.
કેટલા સમયમાં પાસપોર્ટ ઘરે આવી જશે
પાસપોર્ટ અરજી ભરતી વખતે અરજદારે આપેલા સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા પાસપોર્ટ મોકલવામાં આવે છે. સામાન્ય પાસપોર્ટ માટે પ્રોસેસિંગનો સમય 30થી 45 દિવસનો હોય છે. જ્યારે તત્કાલ મોડ હેઠળ કરવામાં આવેલી અરજીઓ માટે પાસપોર્ટ એપ્લિકેશનનો સમય 7થી 14 દિવસનો છે. તમે ઈન્ડિયા પોસ્ટના સ્પીડ પોસ્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ટ્રેકિંગ યુટિલિટી સુવિધાની મુલાકાત લઈને ડિલિવરી સ્ટેટસને ટ્રેક કરી શકો છો.