તેની પાછળનુ કારણ આપતા તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થઈ ગઈ છે.ભારતમાં અણારા 62 ડિપ્લોમેટ્સ હતા. આ પૈકી 41ને ભારતે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ દેશ છોડી ગયા છે અને હવે 21 જ ડિપ્લોમેટસ કેનેડામાં છે. જો 41 ડિપ્લોમેટ્સે દેશ છોડ્યો ના હોત તો તેમની વ્યક્તિગત સુરક્ષા પર ખતરો સર્જાયો હતો. કારણકે તેમની ડિપ્લોમેટિક ઈમ્યુનિટી ભારત સરકારે ખતમ કરી દીધી હતી.
કેનેડાના વિદેશ મંત્રી જોલીએ પણ કહ્યુ છે કે, ભારતના નિર્ણયની અસર બંને દેશના નાગરિકોને અપાતી સેવાઓ પર પડશે. કેનેડા, ચંદીગઢ મુંબઈ, બેંગ્લુરુના વાણિજ્ય દૂતાવાસમાં વ્યક્તિગત સેવાઓ પર અમે રોક લગાવી રહ્યા છે. જેના કારણે વિઝા લેનારાઓ માટે મુશ્કેલી સર્જાશે. કારણકે વાણિજ્ય દૂતાવાસ જ સામાન્ય રીતે વિઝા માટે થતી એપ્લિકેશનની ચકાસણી કરતા હોય છે. આમ સ્ટાફના અભાવે આ ચકાસણીની પ્રક્રિયા ધીમી પડશે.
સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ દેશના કોન્સ્યુલેટ એ જે તે દેશની એમ્બેસીની બ્રાન્ચ ઓફિસ ગણાય છે. જેઓ વિઝા એપ્લિકેશનની ચકાસણી કરતા હોય છે. ભારતમાંથી દર વર્ષે લાખો લોકો કેનેડા જતા હોય છે ત્યારે તેમની મુશ્કેલી વધશે.
ઈમિગ્રેશન મિનિસ્ટર મિલરે કહ્યુ હતુ કે, અમે ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ માટેના કર્મચારીઓની સંખ્યા 27 થી ઘટાડીને પાંચ કરી નાંખી છે.