તાઇવાનની રાજધાની તાઇપેઈમાં શુક્રવારે (19 ડિસેમ્બર 2025) સાંજે એક ભયંકર હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા અને નવ અન્ય લોકો ઘાયલ થયા. આ હુમલો શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એકમાં થયો હતો, જેના કારણે તાઇવાન સરકારે તાત્કાલિક સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે. તાઇવાનના વડા પ્રધાન ચો જંગ-તાઇએ જણાવ્યું કે 27 વર્ષીય સંદિગ્ધ ચાંગ વેને આ હુમલાની શરૂઆત તાઇપેઈ મેન મેટ્રો સ્ટેશન પર કરી હતી, જ્યાં તેણે સ્મોક બોમ્બ અને મોલોટોવ કોકટેલ ફેંક્યા. આ મેટ્રો સ્ટેશન એક મોટા અંડરગ્રાઉન્ડ શોપિંગ વિસ્તાર સાથે જોડાયેલું છે, જેના કારણે આ ઘટના ખૂબ જ ભયંકર બની હતી.
હુંસલાખોર તેના બાદ પગપાળા ઝોંગશાન સ્ટેશન તરફ ગયો અને રસ્તામાં લોકો પર છરાથી હુમલો કરતો રહ્યો. પોલીસે ઘટનાસ્થળ પર તરત કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો અને આખરે આરોપીને ઘેરાબંધી કરી લીધો. તે એક બહુમાળી ઇમારત પરથી કૂદી પડ્યો હતો, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું. આ હુમલાખોરનો આપરાધિક રેકોર્ડ પહેલાથી જ નોંધાયો હતો, જેના કારણે તેની અગાઉની ક્રિયાઓ પર પોલીસનું ધ્યાન હતું.
ब्रेकिंग: ताइपे के सेंट्रल इलाके में कम से कम तीन लोग मारे गए और पांच घायल हो गए, जब एक चाकूधारी हमलावर ने धुएं के बॉम्ब फेंके और उत्पात मचाया, इससे पहले पुलिस पीछा करने के दौरान उसकी मौत हो गई।
वह मास्क पहने हुए था और उसने नागरिकों पर बेरहमी से हमला किया।#TaipeiAttack… pic.twitter.com/dftlbgNXfa
— One India News (@oneindianewscom) December 20, 2025
હાલ, તાઇવાન સરકારે મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશનો અને એરપોર્ટ્સ પર સુરક્ષા કડક કરી દીધી છે. રાષ્ટ્રપતિ વિલિયમ લાઇએ પણ ઘટનાની ઝડપી તપાસ અને જવાબદારોને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. પોલીસની ટીમ હાલ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે, જેમાં આરોપીના હેતુ, શક્ય સાથીઓ અને નુકસાનનું માપ મેળવવાનું મુખ્ય કામ છે. આ હુમલો તાઇપેઈના નાગરિકોમાં ઘભરાટ અને સુરક્ષાની ચિંતા ઊભી કરી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel