દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે પોતાના અભિનય અને સર્જનાત્મક કાર્યથી દર્શકોના દિલ પર અમીટ છાપ છોડી છે. 225થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને તેમણે મલયાલમ સિનેમાને સમૃદ્ધ બનાવી હતી. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અને ચાહકો તથા સાથી કલાકારોમાં ભારે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
Rest in Peace Legend Sreenivasan ❤️ The greatest writer from Malayalam & an actor par excellence! #Sreenivasan pic.twitter.com/lx6gsZ9441
— PSN (@2shambhunath) December 20, 2025
કેરળના કન્નુર જિલ્લાના થાલાસેરી નજીક જન્મેલા શ્રીનિવાસન મલયાલમ સિનેમામાં એક પ્રતિષ્ઠિત નામ હતા. તેમણે માત્ર અભિનય જ નહીં, પરંતુ લેખન, દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શરૂઆતમાં દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર શ્રીનિવાસન બાદમાં અભિનેતા તરીકે ઓળખાયા અને પોતાના સ્વાભાવિક અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. તેમના દિગ્દર્શનમાં બનેલી “વડક્કુનોક્કિયંથ્રમ” અને “ચિંતાવિષ્ટય્યા શ્યામલા” જેવી ફિલ્મો ખૂબ ચર્ચિત રહી હતી. “વડક્કુનોક્કિયંથ્રમ”ને કેરળ સ્ટેટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો, જ્યારે “ચિંતાવિષ્ટય્યા શ્યામલા”ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
અભિનય અને દિગ્દર્શન ઉપરાંત શ્રીનિવાસન એક ઉત્તમ લેખક પણ હતા. તેમણે લખેલી અનેક ફિલ્મો આજે પણ ક્લાસિક માનવામાં આવે છે, જેમાં “ઓડારુથમ્માવ આલરિયમ”, “સનમાનસુલ્લાવક્કુ સમાધાનમ”, “પટ્ટનપ્રવેશમ”, “સંદેસમ”, “નાદોદિકટ્ટુ”, “ગાંધીનગર 2જી સ્ટ્રીટ”, “ઓરુ મારવથુર કનવુ”, “ઉદયાનુ થારમ” અને “કથા પરાયમ્પોલ” જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની ઉત્કૃષ્ટ કારકિર્દી બદલ તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ, બે ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સ અને છ કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીનિવાસનનું અવસાન મલયાલમ સિનેમા માટે એક અપૂરણીય નુકસાન માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel