Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

પ્રથમ ફેઝમાં 50 હેક્ટરથી વધુ જમીનવાળા પીરોટન-શિયાળ સવાઇ ટાપુ

પ્રથમ ફેઝમાં 50 હેક્ટરથી વધુ જમીનવાળા પીરોટન-શિયાળ સવાઇ ટાપુ

રાજયમાં પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહીં છે ત્યારે વિશ્વના પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે રાજય સરકાર દ્વારા દ્વારકા-બેટ દ્વારકા પછી ગુજરાતના જામનગર જિલ્લાના પીરોટન અને અમરેલી જિલ્લાના શિયાળ- સવાઇ ટાપુ(આઇસલેન્ડ)ઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પીરોટન અને શિયાળ સવાઈ ટાપુઓ દરિયામાં આવ્યા હોવાથી પ્રવાસીઓને આહલાદક અનુભવ થાય તેટલા માટે વિકસાવવાનું આયોજન કરાયું છે. આ ટાપુઓ પર સરકાર પ્રથમ તો ટાપુ સુધી પહોંચવાની વ્યવસ્થા કરશે અને તેની સાથે ત્યાં વિવિધ સુવિધાઓ ઊભી કરશે. ટાપુઓ પર વિવિધ પક્ષીઓની જાતિ અને દરિયાઇ વનસ્પતિઓનું આકર્ષણ હોવાથી તેને વિકસાવાશે. આવી રીતે પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં પ્રવાસન સુવિધાઓ પણ ઉભી કરાશે તેમ પ્રવાસન વિભાગના સૂત્રોનું કહેવું છે.

રાજયમાં કુલ 144 ટાપુઓ છે. આ ટાપુ પૈકી 50 હેકટર જમીન હોય તેવા ટાપુઓને વિકસાવવાનું નક્કી કર્યું છે. આ 50 હેકટર જમીનવાળા એટલે પસંદ કરવામાં આવ્યા છે કે દરિયાની ભરતીની અંદર આ ટાપુઓ પર ઉભી કરાયેલી સુવિધાઓ ધોવાઈ ન જાય. ઓછી જમીન હોય..

પીરોટન ટાપુ પર પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું આકર્ષણ

પીરોટન ટાપુમાં 99.78 હેકટર વિસ્તાર આવેલો છે. જામનગરના બેદી બંદરથી બોટ દ્વારા લગભગ દોઢેક કલાક પછી આ ટાપુ આવે છે.અહીંયા પીવાનું પાણી પણ મળતું નથી,આમછતાં આ ટાપુ પરની સુંદરતાને કારણે તેને વિકસાવવાનું નક્કી કર્યુ છે.પ્રથમ જેટી બનાવાશે અને અત્યારે જેટી કયાં બનાવવી તેનો સર્વે ચાલે છે. પીરોટનમાં લાઈટ હાઉસ છે. અહીંયા જવા માટે નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો સમય યોગ્ય કહેવાય છે.પણ રફ સી હોવાથી જેટી તૈયાર થઇ જાય પછી પ્રવાસીઓ જઇ શકે છે. સર્વે ટીમને પણ પીવાનું પાણી પોતાની સાથે લઈ જવું પડયું હતું.

શિયાળ સવાઇ ટાપુમાં મરિન પાર્ક, આર્કિયોલોજીકલ મ્યૂઝિયમ બનશે

અમરેલી જિલ્લાના શિયાળ સવાઇ ટાપુમાં 74 હેકટર જમીન છે અને ત્યાં રાજુલા પાસેના પીપાવાવ બંદર પાસેથી હોડીમાં જવાય છે. શિયાળ અને સવાઈ એમ બે જોડિયા ટાપુ છે,પણ તે ગણાય છે શિયાળ-સવાઈ ટાપુ. અહીંયા જવા માટે રાજુલાના પીપાવાવ બંદર પાસેથી હોડીમાં જવાય છે અને ત્યાં 5 હજાર લોકો વસવાટ કરે છે.

કયા 13 ટાપુઓને વિકસાવવાનું આયોજન 

દ્વારકા જિલ્લાના કાળુભર,પાનેરો,અજાડ એટલે કે આઝાદ,ભાયદળ,ગાંધી થોકાડો, રોઝી,નોરા જેવા ટાપુઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પીરમબેટ, આણંદ જિલ્લાના વાવલોદ સહિત 13 ટાપુ વિકસાવાશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.