કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા માનવજીવન અસ્તિત્વ માટે વનસ્પતિ, વેલ અને વૃક્ષ અનિવાર્ય હોવાનું જણાવી વૃક્ષારોપણ પછી જતન વધુ મહત્વનું ગણાવ્યું છે.
તાજેતરની ભારે ગરમીનાં પ્રકોપ સામે પર્યાવરણની હવે ચિંતા રહ્યાનું લાગી રહ્યું છે. આ પરિસ્થિતિમાં રંઘોળાનાં વક્તા કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા માનવજીવન અસ્તિત્વ માટે વનસ્પતિ, વેલ અને વૃક્ષ અનિવાર્ય હોવાનું જણાવ્યું છે. શાસ્ત્રોમાં પણ વિવિધ ઉલ્લેખોમાં વૃક્ષ મહિમા રહેલો છે.
આ વર્ષે જે ગરમી પ્રકોપની પરિસ્થિતિ થઈ તે પર્યાવરણ નુકસાનનું પરિમાણ સૌ જાણે જ છે. કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આ સંદેશ આપવા સાથે વૃક્ષારોપણ પછી જતન પણ વધુ મહત્વનું ગણાવ્યું છે.