વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજનો બીજો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો રહ્યો. પીએમ મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધીની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. આ પ્રવાસ દરમિયાન બંને દેશોના વડા પ્રધાને એકબીજાની મિત્રતા અને ભાગીદારીને નવા ઊંચાઇએ લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી. જાપાનના વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રવાસની તસવીરો શેર કરી અને લખ્યું, “સેન્ડાઈ વિથ પ્રાઈમ મિનિસ્ટર મોદી…” આ યાત્રા માત્ર એક પ્રવાસ નહોતી, પરંતુ ભારત-જાપાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અને બંને દેશો વચ્ચેના મજબૂત સહયોગનું પ્રતીક પણ હતી. હાલ ભારતમાં જાપાનની ટેક્નોલોજી અને સહયોગથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. અનેક ભારતીય ટ્રેન ડ્રાઇવરોને જાપાનમાં જાપાનીઝ રેલ્વે (JR East) ખાતે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તેઓ વિશ્વસ્તરીય હાઈ-સ્પીડ ટ્રેન સંચાલનમાં કુશળતા મેળવી શકે.
モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
શિગેરુ ઇશિબાએ પોતાની બીજી પોસ્ટમાં આ ડ્રાઇવરોને અભિનંદન પાઠવતા લખ્યું, “JR East ખાતે તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઇવરોને અભિનંદન.” ભારતનું લક્ષ્ય આગામી વર્ષોમાં 7,000 કિલોમીટર લાંબું હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ઉભું કરવાનું છે, જેમાં મોટાભાગનો હિસ્સો ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવશે.
JR東日本で研修中のインド人運転士さんたちとご挨拶。 pic.twitter.com/UXKoSVP50r
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
ટોક્યો છોડતા પહેલા વડા પ્રધાન મોદીએ જાપાનના 16 પ્રાંતોના રાજ્યપાલો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ ભારત અને જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી (Special Strategic and Global Partnership) અંતર્ગત ‘રાજ્ય-પ્રાંત સહયોગ’ મજબૂત બનાવવાનો આગ્રહ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ભારતના વિવિધ રાજ્યો અને જાપાનના પ્રાંતો વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહકાર વધારવો ખૂબ જ જરૂરી છે, જેથી બંને દેશોના નાગરિકોને સીધો લાભ મળે. જાપાનના વિદેશ મંત્રાલયે પણ આ બેઠક અંગે નિવેદન આપીને જણાવ્યું કે, આ પ્રકારનો સહયોગ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊર્જા અને દિશા આપશે. વડા પ્રધાન મોદીની આ મુલાકાત ભારત-જાપાન સંબંધોમાં વધુ ગાઢતા લાવતી હોવાનું નિષ્ણાતો માનતા જોવા મળે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel