દિલ્હીમાં વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 7મા સંસ્કરણ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાનોમાં 100 નવી 5G લેબનું ઉદઘાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આવનારું ભવિષ્ય એકદમ અલગ હશે.
21वीं सदी की तेजी से बदलती हुई दुनिया में ये आयोजन करोड़ो लोगों का भाग्य बदलने की क्षमता रखता है।
एक समय था जब हम भविष्य की बात करते थे, तो उसका अर्थ अगला दशक, 20-30 साल का समय या फिर अगली शताब्दी होता था।
लेकिन आज हर दिन टेक्नोलॉजी में तेजी से होते परिवर्तन के कारण हम कहते हैं… pic.twitter.com/eeiAABSDtY
— BJP (@BJP4India) October 27, 2023
6Gનો ઉલ્લેખ કર્યો પીએમ મોદીએ…
દેશમાં 5Gનું વિસ્તરણ થઈ રહ્યું છે. મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડમાં આપણે નંબર 43 પર છીએ. 4Gનું પણ શ્રેષ્ઠ રીતે વિસ્તરણ થયું હતું અને હવે આપણે 6G તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. સાથે જ પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી… ત્યારે લોકોએ તેને બદલી. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને આદિત્ય બિરલા પણ હાજર હતા.
5G लॉन्च के एक साल के भीतर ही भारत में करीब 4 लाख 5G बेस स्टेशन बन गए हैं।
इनसे देश के 97% शहरों और 80% से ज्यादा जनसंख्या को कवर किया जा रहा है।
हम न सिर्फ भारत में तेजी से 5G का विस्तार कर रहे हैं, बल्कि 6G के क्षेत्र में भी लीडर बनने की दिशा में आगे बढ़ रहे हैं।
— BJP (@BJP4India) October 27, 2023
અગાઉની સરકારો પર તાક્યું નિશાન
કોંગ્રેસ પર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણે દુનિયાની ટોચની 3 સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાંથી એક બન્યા છે. યુનિકોર્નના ક્ષેત્રમાં સેન્ચુરી ફટકારી છે. 2014માં આપણી પાસે… જાણો છો ને કેમ કહી રહ્યો છો? આ તારીખ નહીં પણ પરિવર્તન છે. 2014 પહેલા ભારત પાસે 100 સ્ટાર્ટઅપથી હવે તે 1 લાખને વટાવી ગયો છે. જો તમે 10-12 વર્ષ જૂના સમય વિશે વિચારશો તો યાદ આવશે કે ત્યારે આઉટડેટેડ મોબાઈલ ફોનની સ્ક્રિન વારંવાર હેંગ થઈ જતી હતી. આવી જ સ્થિતિ તે દેશની વર્તમાન સરકારની પણ જોવા મળતી હતી. તે હેંગ મોડમાં હતી. એવામાં 2014માં લોકોએ તેને છોડી દીધી અને અમને સેવાની તક આપી. આ પરિવર્તનથી શું થયું તે અમારે કહેવાની જરૂર નથી. પહેલાં આપણે મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતા, આજે આપણે એક્સપોર્ટર બની ગયા છે.