click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બિપરજોય વાવાઝોડું અતિ ગંભીર થયું, PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બિપરજોય વાવાઝોડું અતિ ગંભીર થયું, PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા
Gujarat

બિપરજોય વાવાઝોડું અતિ ગંભીર થયું, PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી, વાંચો 10 મહત્ત્વના મુદ્દા

ગુજરાત સરકારે NDRF અને SDRFની ટીમો તટીય વિસ્તારોમાં તહેનાત કરવાની શરૂઆત કરી હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જાહેર કરી

Last updated: 2023/06/12 at 3:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

બિપરજોય વાવાઝોડુ અતિ ગંભીર તોફાની વાવાઝોડુંની કેટેગરીમાં પ્રવેશતાં વડાપ્રધાન મોદીએ તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજવાની ફરજ પડી છે. PM મોદીએ આ દરમિયાન એક રિવ્યૂ બેઠક બોલાવી છે જેમાં સ્થિતિની માહિતી મેળવવામાં આવશે. તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ બેઠક 1 વાગ્યે યોજાશે. આ વાવાઝોડું ગુજરાતના કચ્છ તથા પાકિસ્તાન કરાંચી વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ વધી ગઈ છે.

તોફાની વાવાઝોડું બિપરજોય ખૂબ જ ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે. તે કચ્છ અને પાકિસ્તાનના કરાંચી તટ નજીક 15 જૂન સુધી ત્રાટકી શકે છે. તેને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સરકારે NDRF અને SDRFની ટીમો તટીય વિસ્તારોમાં તહેનાત કરવાની શરૂઆત કરી દીધી છે. 6 જિલ્લામાં આશ્રય કેન્દ્ર ઊભા કરાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિનો તાગ મેળવવા માટે અને બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે તાબડતોબ હાઈ લેવલની બેઠક બોલાવી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. બેઠક 1 વાગ્યે યોજાશે.

હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે દરિયાની સ્થિતિ બુધવાર સુધીમાં ખરાબમાં ખરાબ અને ગુરુવારે અતિ ખરાબથી પણ વધુ રહેવાની શક્યતા છે.

એક અધિકારીએ કહ્યું કે આગામી 13થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ થવાની અને 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાથી કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

કચ્છ જિલ્લામાં અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને અસ્થાયી આશ્રયસ્થળોએ શિફ્ટ કરવાનું શરૂ કરીદીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તટીય જિલ્લાઓની તૈયારીઓની સમીક્ષા કરવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત કરી હતી.

અરબ સાગરના તટ પર ગુજરાતના વલસાડમાં લોકપ્રિય પર્યટન સ્થળ તીથલ બીચને ઊંચા મોજાઓને કારણે અસ્થાયી રીતે પર્યટકો માટે બંધ કરાયાની જાહેરાત કરાઈ છે.

હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના સમુદ્રમાં ન જાય.

રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તટીય જિલ્લાના જિલ્લાધિકારીઓ, સૈન્ય, નેવી અને ભારતીય કોસ્ટગાર્ડના પ્રતિનિધિઓ અને જુદા જુદા વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઇ ચૂકેલા બિપરજોયની અસર મુંબઈમાં દેખાવા લાગી છે. ભારે વરસાદ અને ઝડપી પવનને લીધે મુંબઈ થંભી ગયું હોય તેવું દેખાય છે. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. રન-વે બંધ કરવાની ફરજ પડતાં અનેક ફ્લાઈટો રદ કરાઈ છે.

બીજી બાજુ એર ઈન્ડિયાએ ટ્વિટ કરીને ખરાબ હવાનની સ્થિતિ અને મુંબઈ એરપોર્ટ પર રનવેને અસ્થાયી રીતે બંધ કરાયાની માહિતી આપતાં યાત્રીઓને પડી રહેલી તકલીફ બદલ માફી માગી હતી.

You Might Also Like

કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે

ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી

ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈમરાન ખાનનો દાવો, બાજવાએ મને પાકિસ્તાન માટે ખતરનાક ગણાવ્યા હતા
Next Article पोरबंदर से 320 किमी दूर चक्रवाती तूफान बिपरजॉय, द्वारका-ओखा से सुरक्षित स्थानों पर भेजे गए 2500 लोग

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
Gujarat જૂન 10, 2025
ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી
Bhavnagar Gujarat જૂન 10, 2025
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે
Gujarat જૂન 10, 2025
નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
Gujarat Kheda જૂન 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?