Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે વાતચીત મુખ્યત્વે આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં થયેલી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો પર આધારિત રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે ભારત ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ, સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે Airtel અને Jio જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.