ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 ઈવેન્ટ આજથી એટલે કે 27 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ ઈવેન્ટ ત્રણ દિવસ સુધી ચાલશે એટલે કે 29મી ઓક્ટોબર સુધી તમે આ ઈવેન્ટમાં ભાગ લઈ શકો છો. આ ઈવેન્ટમાં ટેલિકોમ સેક્ટર, 5 ટેક્નોલોજી અને નવા ઈનોવેશનને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઈવેન્ટનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવી રહ્યું છે, જેનું સંયુક્તપણે DoT (ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન) અને સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટમાં કુલ 31 દેશો ભાગ લઈ રહ્યા છે, જેની સાથે 400 વક્તા અને 1300 ડેલિગેટ્સ પણ ઈવેન્ટનો ભાગ બનશે.
Discover state-of-the-art technologies, methodologies, and strategies that redefine the industry and open up unmatched Branding Opportunities.🤖Join us at 27th – 29th October’23 at Pragati Maidan, New Delhi. 🦾
👉Register Now: https://t.co/QfWlELE6VH pic.twitter.com/4ep2N6W5sr
— India Mobile Congress (@exploreIMC) October 26, 2023
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 એ એશિયાનું સૌથી મોટું ટેકનોલોજી પ્લેટફોર્મ છે. આ ઈવેન્ટમાં 5G-6G ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી, સાઈબર સિક્યુરિટી જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે. આ વર્ષે યોજાનારી આ ઈવેન્ટ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની સાતમી આવૃત્તિ છે. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકો છો.
#WATCH | At India Mobile Congress, PM Narendra Modi inaugurates 100 5G labs in select institutions across the country pic.twitter.com/TFCKHbkiRO
— ANI (@ANI) October 27, 2023
આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને મળ્યા હતા. આ દરમિયાન પીએમને Jio Phone 4G અને Jio Space Fiber વિશે માહિતી આપવામાં આવી હતી. Jio Space Fiberની મદદથી દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવેન્ટના પ્રથમ દિવસે 100 શૈક્ષણિક સંસ્થાઓમાં 5G યુઝ કેસ લેબ લોન્ચ કરી છે. આ પહેલું સ્ટાર્ટઅપ હશે, જે શિક્ષણવિદોને પ્રોત્સાહન આપશે. આ સાથે દેશને 6G ટેક્નોલોજી માટે પણ તૈયાર કરવામાં આવશે.