આજે 29 ઓગસ્ટ, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ (Major DhyanChand)નો જન્મદિવસ છે. આજના દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘ (National Sports Day) તરીકે ઉજવવામાં આવે છે. જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તેમને યાદ કર્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ દેશભરના રમતવીરો અને દેશવાસીઓને આજના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
PM મોદીએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી રાષ્ટ્રીય ખેલ દિવસની શુભકામનાઓ પાઠવી હતી, તેમણે ટ્વિટ કરી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું, “રાષ્ટ્રીય ખેલ દિવસ પર, તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર માટે તેમના યોગદાન પર ભારતને ગર્વ છે. હું મેજર ધ્યાનચંદજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
On National Sports Day, my greetings to all sportspersons. India is proud of their contributions to the nation. I pay homage to Major Dhyan Chand Ji as well on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) August 29, 2023
29 ઓગસ્ટ ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’
હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે 1928, 1932 અને 1936માં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહનો જન્મદિવસ છે. તેમણે 1926 – 1949 દરમિયાન તેમની કુલ કારકિર્દીમાં 400 ગોલ કર્યા હતા.
1928 ઓલિમ્પિકમાં જીત્યો ઓલિમ્પિક ગોલ્ડ
હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. વર્ષ 1926માં ધ્યાનચંદનો ભારતીય હોકી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામે તેમણે 10 મેચમાં 36 ગોલ કરી બધાનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારબાદ 1928 ઓલિમ્પિકમાં તેમણે ફાઇનલમાં નેધરલેન્ડ સામે ત્રણ ગોલ કરી ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Remembering the hockey legend #MajorDhyanChand on his birth anniversary—a day celebrated as #NationalSportsDay in India.
His extraordinary legacy fuels our nation's passion for sports and stands as a tribute to excellence. pic.twitter.com/xL0ct0KdpT
— Shobha Karandlaje (@ShobhaBJP) August 29, 2023
મેજર ધ્યાનચંદ પુરસ્કાર
મેજર ધ્યાનચંદના સન્માનમાં ભારત સરકાર તરફથી રમતજગતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ‘મેજર ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઇફટાઈમ એચિવમેન્ટ ઈન સ્પોર્ટ્સ’ આપવામાં આવે છે.