વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાની બે દિવસીય જાપાન યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટોક્યોથી સીધા ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન એશિયા તેમજ વિશ્વ સ્તરે વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે, જેમાં ભારત સહિત ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશો સામેલ છે. આ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકમાં ભાગ લેશે. ખાસ કરીને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે તેમની અલગ બેઠક યોજાવાની છે, જેમાં વેપાર, ઊર્જા સહકાર, પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ વિરોધી પગલાં અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Tianjin, China. He will attend the SCO Summit here.
(Video: ANI/DD) pic.twitter.com/dWnRHGlt95
— ANI (@ANI) August 30, 2025
વડાપ્રધાન મોદીએ તિયાનજિન પહોંચ્યા બાદ પોતાના અધિકારીક એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું: “ચીનના તિયાનજિનમાં પહોંચ્યો છું. SCO શિખર સંમેલનમાં વિચાર-વિમર્શ અને વિવિધ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક છું.” તેમની આ ટિપ્પણી માત્ર સંમેલન પ્રત્યેની આતુરતાને જ નહીં પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય ભૂમિકા અને વૈશ્વિક કૂટનીતિમાં વધી રહેલા પ્રભાવને પણ દર્શાવે છે. આ યાત્રા દરમિયાન ભારતનો મુખ્ય ફોકસ SCOના માધ્યમથી એશિયા વિસ્તારમાં સ્થિરતા, સહકાર અને વિકાસ માટે પોતાની પ્રભાવશાળી ભૂમિકા નિર્ભવી, તેમજ આતંકવાદ, કટ્ટરવાદ અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર સંયુક્ત રીતે લડત આપવાનો રહેશે.
Landed in Tianjin, China. Looking forward to deliberations at the SCO Summit and meeting various world leaders. pic.twitter.com/gBcEYYNMFO
— Narendra Modi (@narendramodi) August 30, 2025
આ ઉપરાંત, આ મુલાકાત ભારત-ચીન અને ભારત-રશિયા સંબંધોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે. જાપાન પ્રવાસ બાદ સીધા ચીનના પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન મોદીની આ રાજકીય વ્યૂહરચના એશિયામાં ભારતની કૂટનીતિક સક્રિયતાનું પ્રતિબિંબ છે. SCO સમિટમાં ભારત માટેની અપેક્ષા એ છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખીને વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધે અને એશિયાના દેશો સાથે વધુ મજબૂત આર્થિક અને સુરક્ષાત્મક ભાગીદારી વિકસાવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel