ગુજરાતના જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલને લઇને ફરી એક વખત વિવાદ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે મેળામાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કર્યા, જેમાં તેણે ભગવા વસ્ત્રો પહેરી નાગા સાધુઓ અને સંતો વચ્ચે મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવી હતી. આ ઘટનાથી પ્રાચીન પરંપરા અને ધાર્મિક ભક્તિની લાગણીઓ સાથે અથડામણ થઈ હોવાનું જણાવાય છે. મૃગીકુંડમાં સ્નાન દરમિયાન કીર્તિ પટેલ અને એક મહિલા PI વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું, જેના પગલે PI કે.જે. મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગેરવર્તન અને નિયમોનું ભંગ કરવા અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
મેળામાં થયેલી આ ઘટનાઓ બાદ લોકમાં અને સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. કીર્તિ પટેલનો મૃગીકુંડમાં બાથિંગ અને વીડિયો બનાવવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે નાગા સાધુઓ સાથે ‘ઓમ નમો નારાયણ’ અને ‘હર હર મહાદેવ’ના નાદમાં જોડાઇ રહી છે. આ મુદ્દે ધાર્મિક અને સામાજિક મંતવ્યોનું વિમર્શ પણ શરૂ થઇ ગયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને કાયદાકીય કાર્યવાહી આગળ વધારવાની તૈયારી કરી છે. આ ઘટના ગુજરાતમાં ધાર્મિક જગતમાં અને સોશિયલ મીડિયા પર તીવ્ર ચર્ચાનો વિષય બની ગઈ છે, અને કીર્તિ પટેલ વિરુદ્ધ સત્તાવાર કાર્યવાહીની માગ વધતી નજરે પડે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel