દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ ખાસ અવસરે પીએમ મોદીએ ભારતના યુવાનોની જોખમ લેવાની માનસિકતા અને નવીન વિચારોની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.
#WATCH | दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत मंडपम में नेशनल स्टार्टअप डे और स्टार्टअप इंडिया के 10 वर्ष पूरे होने के अवसर पर आयोजित कार्यक्रम में एक प्रदर्शनी का निरीक्षण किया।#NationalStartupDay #StartupIndia10Years #PMModi #BharatMandapam #StartupIndia
— One India News (@oneindianewscom) January 16, 2026
તેમણે પોતાના રાજકીય જીવનના અનુભવો શેર કરતાં કહ્યું કે, “જોખમ લેવું એ મારી જૂની આદત છે.” વડાપ્રધાને જણાવ્યું કે તેમણે પોતાના રાજકીય ભવિષ્યને દાવ પર લગાવીને એવા અનેક નિર્ણયો લીધા છે, જે દેશના હિતમાં જરૂરી હતા, પરંતુ અગાઉની સરકારો ચૂંટણી હારવાના અથવા સત્તા ગુમાવવાના ડરથી લેતી નહોતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “દેશ માટે જે જરૂરી છે તે કોઈએ તો કરવું જ પડશે. જો નુકસાન થશે તો મારું થશે, પરંતુ ફાયદો દેશના કરોડો પરિવારોને મળશે.”
Driven by innovation and enterprise, India’s Startups are shaping a self-reliant and resilient economy. Addressing a programme in Delhi marking #10YearsOfStartupIndia.
https://t.co/SY8JUUCvT7
— Narendra Modi (@narendramodi) January 16, 2026
પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશમાં આવેલી સ્ટાર્ટઅપ ક્રાંતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે 2014માં ભારતમાં માત્ર ચાર યુનિકોર્ન હતા, જ્યારે આજે દેશ પાસે 125થી વધુ સક્રિય યુનિકોર્ન છે, જે ભારતની બદલાતી આર્થિક અને નવીનતાભરી ઓળખ દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે આજનો યુવાન માત્ર નક્કી પગાર અને કમ્ફર્ટ ઝોન સુધી સીમિત રહેવા માંગતો નથી, પરંતુ પોતાનું કંઈક અલગ બનાવવાની હિંમત રાખે છે.
#WATCH | भारत मंडपम, दिल्ली | प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आज हम सभी यहां एक बहुत ही खास अवसर पर एकत्र हुए हैं।
इस राष्ट्रीय स्टार्टअप दिवस पर, स्टार्टअप संस्थापकों और नवप्रवर्तकों के इस समूह के साथ, मेरे सामने एक नए और विकसित भारत का भविष्य नजर आ रहा है…"… pic.twitter.com/omOcOF7V6q
— One India News (@oneindianewscom) January 16, 2026
સમાજમાં પણ હવે જોખમ લેતા યુવાનોને સન્માન મળવા લાગ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા દાયકામાં એવી મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી છે, જે નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. આજે ભારતના યુવાનો સમસ્યાઓ વિશે ફરિયાદ કરવા કરતાં તેના ઉકેલો શોધી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દાયકાઓ ભારતીય સ્ટાર્ટઅપ્સના હશે અને આ યુવા શક્તિ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel