ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વર્ષે યુરોપિયન સંઘ (EU)ના બે અગ્રણી નેતાઓ—યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેઈન—મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી તેઓ 25થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન 27 જાન્યુઆરીએ યોજાનારી ભારત–EU સમિટ ખાસ મહત્વની ગણાઈ રહી છે, જેમાં બંને પક્ષો વચ્ચે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જોકે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારત અને EU વચ્ચેના વ્યાપારી સંબંધો પહેલેથી જ મજબૂત છે અને EU ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાંનો એક છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને વચ્ચેનો દ્વિપક્ષી વેપાર 135 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો.
#WATCH | Delhi: Lok Sabha Speaker meets with Malaysian Speaker Johari Abdul. Discussion on the historical and cultural ties between India and Malaysia
People-to-people connect highlighted as the foundation of relations. Agreement on regional peace and cooperation at ASEAN-UN… pic.twitter.com/wJA8i4lWAj
— ANI (@ANI) January 16, 2026
સમિટનો હેતુ ભારત અને EU વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડાણ આપવાનો છે. ટ્રેડ ઉપરાંત સુરક્ષા, ડિફેન્સ, ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન અને પીપલ-ટુ-પીપલ સહકાર જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. એન્ટોનિઓ કોસ્ટાએ ભારતને EU માટે મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતા કહ્યું છે કે બંને પાસે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું રક્ષણ કરવાની સંયુક્ત ક્ષમતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટ્રેડ ડીલ વૈશ્વિક સ્તરે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે અમેરિકાની ટેરિફ પોલિસીથી ઊભી થતી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને EU વચ્ચે મજબૂત વેપારી કરાર બંને માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમિટથી માત્ર વેપાર નહીં, પરંતુ સંરક્ષણ અને વ્યૂહાત્મક સહકારના નવા દરવાજા પણ ખુલવાની અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel