વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પર પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢ નજીક મોરાન બાયપાસ પર બનેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) માટે રવાના થયા હતા. મોરાન બાયપાસ પર બનાવાયેલી આ વિશેષ એરસ્ટ્રિપ પર પીએમનું વિમાન સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું. આ ELF સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ વિસ્તાર ચીનની સરહદથી અંદાજે 300 કિમી દૂર આવેલો છે.
डीब्रूगढ़ में पीएम मोदी और सीएम हिमंता की मौजूदगी में IAF के राफेल और AN-32 ट्रांसपोर्ट विमान का प्रदर्शन
असम के डिब्रूगढ़ में प्रधानमंत्री नरेंद्र मोदी और मुख्यमंत्री हिमंता बिस्वा सरमा की उपस्थिति में भारतीय वायुसेना के राफेल फाइटर जेट और AN-32 ट्रांसपोर्ट एयरक्राफ्ट का भव्य… pic.twitter.com/Mzp8NEx5Q7
— One India News (@oneindianewscom) February 14, 2026
રાફેલ અને સુખોઈ સહિત લડાયક વિમાનોનો એરિયલ શો
વાયુસેનાએ પૂર્વોત્તર ભારતમાં કટોકટીની પરિસ્થિતિમાં મિલિટરી અને સિવિલ એરક્રાફ્ટ માટે ઝડપી લેન્ડિંગ અને ટેક-ઓફ સુવિધા ઉભી કરવા ELF તૈયાર કરી છે. પીએમ મોદીની હાજરીમાં રાફેલ અને સુખોઈ સહિત કુલ 16 લડાયક વિમાનો દ્વારા એરિયલ શો રજૂ કરવામાં આવ્યો. આ ડેમો દરમિયાન ફાઈટર જેટ્સ હાઈવે પરથી જ લેન્ડિંગ અને ટેક-ઓફ કરીને પોતાની ક્ષમતા દર્શાવી રહ્યા છે. લગભગ 30થી 40 મિનિટ ચાલનારા આ કાર્યક્રમમાં હેલિકોપ્ટર એરિયલ ડિસ્પ્લે પણ સામેલ હતું, જેને પીએમ મોદીએ નિહાળ્યું.
#WATCH | Assam: Air display by Indian Air Force's fighter jets at the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh. PM Narendra Modi and others watch the air display.
(Video: DD) pic.twitter.com/tfxTkLPrf7
— ANI (@ANI) February 14, 2026
ડ્યુઅલ-યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: સૈન્ય અને નાગરિક બંને માટે ઉપયોગી
મોરાન એરસ્ટ્રિપ NH-127ના 4.4 કિલોમીટર લાંબા હિસ્સા પર બનાવવામાં આવી છે અને તે પૂર્વોત્તર ભારતની પ્રથમ હાઈવે આધારિત ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી છે. ‘ડ્યુઅલ-યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ના કોન્સેપ્ટ પર તૈયાર કરાયેલી આ ELF 40 ટન સુધીના ફાઈટર એરક્રાફ્ટ અને 74 ટન સુધીના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને હેન્ડલ કરી શકે છે. યુદ્ધ અથવા કુદરતી આફતો જેવી કટોકટીની સ્થિતિમાં વિમાનો હાઈવે પર જ ઉતારી શકાય અને ત્યાંથી જ ઉડાન ભરી શકાય તેવી વ્યવસ્થા આ સુવિધાનો મુખ્ય હેતુ છે.
#WATCH | Assam: Indian Air Force aircraft's air display at the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh. The ELF is the first of its kind in Northeast India.
(Video: DD) pic.twitter.com/Shse8avMdq
— ANI (@ANI) February 14, 2026
દેશના અન્ય રાજ્યોમાં ELF સુવિધાઓ
ભારતમાં આ પ્રકારની ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીઓ પહેલાથી જ રાજસ્થાનના બાડમેર (NH-925A), ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ અને પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, ઓડિશાના બાલાસોર (NH-16) અને આંધ્રપ્રદેશના નેલ્લોર (NH-16) ખાતે વિકસાવવામાં આવી છે. ભારતીય વાયુસેના અને NHAI મળીને દેશભરમાં કુલ 28 સ્થળોએ આવી સુવિધા ઉભી કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
#WATCH | Dibrugarh, Assam: Prime Minister Narendra Modi watches a presentation on the significance of Moran Emergency Landing Facility (ELF), as Indian Air Force chief Air Chief Marshal AP Singh briefs him.
(Video: DD) pic.twitter.com/KAlYdAthKD
— ANI (@ANI) February 14, 2026
વિકાસ પ્રોજેક્ટ્સ અને રાજકીય મહત્વ
આસામ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ₹5,450 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. છેલ્લા ત્રણ મહિનામાં આ તેમનો ત્રીજો આસામ પ્રવાસ છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2016થી NDA સતત બે વખત સત્તામાં છે, જ્યારે તે પહેલાં 2001થી 2016 સુધી કોંગ્રેસની સરકાર રહી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom