આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર CRPFના 40 જવાનોને નમન કર્યું છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા છે અને આતંકવાદ સામેની લડાઈમાં દેશની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરવામાં આવી છે.
PM મોદીનું સંદેશ: શહીદોની હિંમત દેશ માટે પ્રેરણા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શહીદોને યાદ કરતાં લખ્યું કે 2019માં પુલવામામાં જીવ ગુમાવનાર બહાદુર જવાનોની દેશપ્રેમ અને સેવા ભાવના રાષ્ટ્રની સામૂહિક ચેતનામાં સદાકાળ જીવંત રહેશે. તેમણે જણાવ્યું કે દરેક ભારતીય તેમની અદમ્ય હિંમતમાંથી શક્તિ મેળવે છે.
ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિનો પુનરોચ્ચાર કર્યો.
Remembering the brave heroes who laid down their lives in Pulwama on this day in 2019. Their devotion, resolve and service to the nation remain forever etched in our collective consciousness. Every Indian draws strength from their enduring courage.
— Narendra Modi (@narendramodi) February 14, 2026
જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ, સુરક્ષા વ્યવસ્થા કડક
પુલવામા હુમલાની વરસીને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે સહિત સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાદળોની તહેનાતી કરવામાં આવી છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
લેથપોરા સ્થિત શહીદ સ્મારક ખાતે CRPF દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે, જ્યાં અધિકારીઓ અને જવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ (IB) અને લાઇન ઑફ કંટ્રોલ (LoC) પર પણ BSF અને સેનાને સાવધ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
2019નો પુલવામા આતંકી હુમલો: દેશને હચમચાવી નાખનાર ઘટના
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુથી શ્રીનગર જઈ રહેલા CRPFના 78 બસોના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. લેથપોરા પાસે વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને આવેલા આતંકીએ બસ સાથે અથડામણ કરી હતી, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
પુલવામા હુમલાના માત્ર 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ ઑપરેશન દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સરહદ પારથી થતા આતંકવાદને હવે સહન કરવામાં આવશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel