બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ સુશાસન, વિકાસ, જનકલ્યાણ, સામાજિક ન્યાય અને સ્થિરતામાં લોકોના વિશ્વાસનું પ્રમાણપત્ર છે. પીએમ મોદીએ બિહારને “મારા પરિવારજનો” કહી સંબોધ્યો અને જણાવ્યું કે, “આ પ્રચંડ જનાદેશ અમને જનતા-જનાર્દનની વધુ તનમનથી સેવા કરવાની અને બિહારના વિકાસ માટે નવા ઉત્સાહ સાથે કાર્ય કરવાની શક્તિ આપે છે.”
सुशासन की जीत हुई है।
विकास की जीत हुई है।
जन-कल्याण की भावना की जीत हुई है।
सामाजिक न्याय की जीत हुई है।
बिहार के मेरे परिवारजनों का बहुत-बहुत आभार, जिन्होंने 2025 के विधानसभा चुनावों में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है। यह प्रचंड जनादेश हमें…
— Narendra Modi (@narendramodi) November 14, 2025
પીએમ મોદીએ NDA સરકાર દ્વારા રાજ્યમાં કરાયેલા વિકાસકામોની ચર્ચા કરી અને કહ્યું કે ભાજપ-જેડીયુ ગઠબંધનના કાર્યક્ષમ ટ્રેક રેકોર્ડ, વિઝન, ઈમાનદાર શાસન અને લોકોને આપવામાં આવેલા વિશ્વાસને કારણે જ આજે બિહારના લોકો એવાં આભૂતપૂર્વ બહુમત સાથે NDAને ચૂંટીને લાવ્યા છે. તેમણે સીએમ નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા સહિત તમામ NDA સાથીદારોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ગઠબંધનની એકતા અને સમર્પિત કાર્યકર્તાઓની મહેનતથી જ આ મહાવિજય શક્ય બન્યો છે.
मैं एनडीए के प्रत्येक कार्यकर्ता का आभार व्यक्त करता हूं, जिन्होंने अथक परिश्रम किया है। उन्होंने जनता के बीच जाकर हमारे विकास के एजेंडे को सामने रखा और विपक्ष के हर झूठ का मजबूती से जवाब दिया। मैं उनकी हृदय से सराहना करता हूं!
— Narendra Modi (@narendramodi) November 14, 2025
તેમણે આગળ કહ્યું કે આવનારા સમયમાં NDA સરકાર બિહારના વિકાસને વધુ ગતિ આપશે—ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ, રોજગારીના નવા અવસરો, ગ્રામ્ય વિકાસ, કૃષિ સુધારાઓ અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. વડા પ્રધાને ખાસ કરીને યુવા અને નારીશક્તિને સમૃદ્ધ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ તકો ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
અંતે પીએમ મોદીએ કહ્યું કે બિહારનો આ જનાદેશ NDAને દેશની સેવા અને વિકાસના માર્ગ પર વધુ પ્રેરણા અને શક્તિ આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel