Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો ‘મોદી મંત્ર’, સાંસદોના કામની થશે સમીક્ષા

લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો ‘મોદી મંત્ર’, સાંસદોના કામની થશે સમીક્ષા

કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવા સાથે જ ભાજપ સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તે મૂજબ જ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ મંત્રીઓને તેમના વિસ્તારમાં ગરીબ, શોષિત અને વંચિત વર્ગો પર વિશેષ ધ્યાન આપવાની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજનાઓ બનાવવાની સૂચના આપી છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓને પોતપોતાના વિસ્તારોમાં મીટીંગો અને સેમિનાર યોજવાની પણ સૂચના આપી છે.

ભાજપ હવે સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગયું છે

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મંત્રાલયમાં પ્રગતિશીલ અને રચનાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આ નીતિ સાથે આગળ વધવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપ હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયું છે, જેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં પીએમ મોદી એક્શન મોડમાં છે.

સાંસદોને નમો એપમાં કામ વિશેની માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું

મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર પાર્ટી ખૂબ જ સક્રિય છે. ભાજપ દ્વારા શરૂ કરાયેલ જનસંપર્ક અભિયાનમાં સાંસદોની ભાગીદારી અંગે હવે સમીક્ષા બેઠક યોજાશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ વિષય પર ભાજપના સાંસદો સાથે બેઠક કરી શકે છે, આ બેઠક 4 જુલાઈએ યોજાશે. તમામ સાંસદોને નમો એપમાં તેમના અભિયાન અને કામ વિશેની માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ 2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને પણ અસર કરી શકે છે.

પીએમ મોદીએ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ સાથે બેઠક કરી

વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ પીએમ મોદી એક્શન મોડમાં છે અને સતત મીટિંગો કરી રહ્યા છે. બુધવારે પણ પીએમ મોદીએ પીએમ નિવાસસ્થાને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ અને અન્ય નેતાઓ સામેલ થયા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.