Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે, 45 વર્ષ પછી કોઈ PMની ડોડા મુલાકાત

PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે, 45 વર્ષ પછી કોઈ PMની ડોડા મુલાકાત

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.  ભાજપ પણ મિશન-50માં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં કમળ ખીલવવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે.

45 વર્ષ પછી કોઈ PM ડોડાની મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરમાંથી ચૂંટણીનો ધૂમ મચાવી રહ્યા છે. PM મોદી આજે  ડોડામાં રેલીને સંબોધિત કરશે.

ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક ચૂંટણી કાર્યક્રમ યોજાશે. ચાર દાયકા એટલે કે 45 વર્ષ પછી વડાપ્રધાનની આ પહેલી રેલી હશે. 1979માં ઈન્દિરા ગાંધીએ ડોડામાં રેલી યોજી હતી. ડોડા ઘણા દાયકાઓથી આતંકવાદથી પ્રભાવિત છે. રેલી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલી સ્થળ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. આ માટે સમગ્ર સંકુલને સીલ કરી દેવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 રેલીની ચિનાબ પ્રદેશ પર ખાસ અસર પડશે

પીએમની રેલીની ડોડાના ચિનાબ ક્ષેત્ર પર ખાસ અસર પડશે. ડોડા ચિનાબ પ્રદેશ તરીકે પ્રખ્યાત છે. ચિનાબ ક્ષેત્રમાં આઠ વિધાનસભા બેઠકો છે. આ છે- ડોડા, ડોડા પશ્ચિમ, ભદરવાહ, કિશ્તવાડ, ઇન્દ્રવાલ, પાદર-નાગસેની, રામબન અને બનિહાલ. ભાજપના મિશન 50 માટે તમામ બેઠકો મહત્વપૂર્ણ છે. ભાજપ જમ્મુની તમામ 43 સીટો પર ચૂંટણી લડી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ક્યારે છે ચૂંટણી ?

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બરે છે જ્યારે બીજા અને ત્રીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરે છે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે. ચૂંટણી પંચે 31 ઓગસ્ટે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ પછી પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત છે.

ડોડા બાદ વડાપ્રધાન મોદી હરિયાણા જશે

પીએમ મોદી ડોડા બાદ હરિયાણા જશે. પીએમ મોદી કુરુક્ષેત્રના થીમ પાર્કમાં બપોરે 2 વાગે રેલીને સંબોધિત કરશે. પીએમ મોદી 6 જિલ્લાના 23 ઉમેદવારોને મત આપવા માટે જનતાને અપીલ કરશે. હરિયાણા ભાજપે આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. પીએમની રેલીમાં મુખ્યમંત્રી નાયબ સૈની, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટ, હરિયાણા ભાજપના પ્રભારી અને તમામ મોટા નેતાઓ અને મંત્રીઓ હાજર રહેશે. હરિયાણામાં જીતની હેટ્રિક ફટકારવા માટે ભાજપ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. પાર્ટીને આશા છે કે પીએમની રેલીની ખાસ અસર પડશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.