Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

‘PoK અમારું હતું, છે અને રહેશે’, રાજનાથ સિંહે ચીન અને પાકિસ્તાનને આપી વૉર્નિંગ

 દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનને લઈને કહ્યું કે, ‘ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.’ રક્ષામંત્રીએ ચીનને કડક સંદેશ આપતા કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીના સત્તામાં રહેતા દેશની જમીન પર એક ઈંચ પણ કબજો ન કરી શકે. પાકિસ્તાનને આતંકવાદનું નુકસાન ભોગવવું પડશે.’

રાજનાથ સિંહે કહ્યું કે, ‘જીવનમાં મિત્ર બદલી શકાય છે પરંતુ પાડોશી નહીં. પીઓકે આપણું હતું, છે અને રહેશે. જો પાકિસ્તાનને લાગે છે કે તેઓ આતંકવાદીને કાબૂ કરવામાં અસમર્થ છે, તો ભારત મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનને આતંકવાદનું નુકસાન ભોગવવું પડશે.’

અરૂણાચલ પ્રદેશના નામસાઈ વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘હું ચીનને પૂછવા માગુ છું કે જો અમે પાડોશી દેશના અલગ અલગ રાજ્યોના નામ બદલી નાખીશું તો શું તે આપણા થઈ જશે? આવી જ ગતિવિધિઓના કારણે સંબંધ ખરાબ થઈ રહ્યા છે.’

ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે: રાજનાથ સિંહ

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અગાઉ પણ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવા પર ચીનને આડેહાથ લીધું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘શું ભારતનું નામ બદલવાથી પાડોશી દેશના વિસ્તારો ભારતનો ભાગ બની જશે? ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના નિર્ણયથી જમીની હકીકત બદલાશે નહીં. અમે અમારા બધા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માગીએ છીએ. પરંતુ જો કોઈ અમારા સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે.’

ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે જંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યોદી જાહેર કરી હતી. જેમાં ચીન અરુણાચલ પ્રદેશને જંગનાન કહે છે અને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના 30 સ્થળોને નવા નામ આપ્યા હતા, જે પહેલી મેથી લાગુ થશે. ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવીને નકારી દોધી હતો અને કહ્યું હતું કે, ‘આમ કરવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ હંમેશા ભારતનું જ રહેશે.’

ચીન પહેલા પણ આવું કૃત્ય કરી ચૂક્યું 

અગાઉ વર્ષ 2017માં પણ ચીને અરુણાચલ પ્રદેશમાં છ સ્થળો માટે પ્રમાણિત નામોની પ્રાથમિક યાદી જાહેર કરી હતી. ત્યારબાદ વર્ષ 2021માં 15 સ્થાનોના નામ ધરાવતી બીજી યાદી જાહેર કરી હતી. જો કે, ભારતે અરુણાચલ પ્રદેશના વિસ્તારો પર દાવો કરવાના ચીનના પ્રયાસને નકારી કાઢ્યો છે.

ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે: રાજનાથ સિંહ

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અગાઉ પણ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવા પર ચીનને આડેહાથ લીધું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘શું ભારતનું નામ બદલવાથી પાડોશી દેશના વિસ્તારો ભારતનો ભાગ બની જશે? ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના નિર્ણયથી જમીની હકીકત બદલાશે નહીં. અમે અમારા બધા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માગીએ છીએ. પરંતુ જો કોઈ અમારા સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે.’

ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે જંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યોદી જાહેર કરી હતી. જેમાં ચીન અરુણાચલ પ્રદેશને જંગનાન કહે છે અને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના 30 સ્થળોને નવા નામ આપ્યા હતા, જે પહેલી મેથી લાગુ થશે. ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવીને નકારી દોધી હતો અને કહ્યું હતું કે, ‘આમ કરવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ હંમેશા ભારતનું જ રહેશે.’

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.